Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

શિકાગોમાં ધી વિમેન્‍સ એમ્‍પાવરમેન્‍ટ કેમ્‍પેનની થયેલી જોરદાર સ્‍થાપના : શિકાગોની ૧પ૦ જેટલી મહિલાઓએ આ પ્રસંગે આપેલી હાજરી : શિકાગોના ભારતીય કોન્‍સ્‍યુલેટના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણે મુખ્‍ય મહેમાન તરીકે આપેલી હાજરી અને મહિલાઓની સશકિતકરણની કરેલી સરાહના : ભીન્ન ભીન્ન પ્રકારની ટીમોનું કરવામાં આવેલું આયોજન

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો :  શિકાગોમાં ધી વિમેન્‍સ એમ્‍પાવરમેન્‍ટ કેમ્‍પેનની સ્‍થાપના કરવા માટેનો એક ભવ્‍ય સમારંભ ડીસેમ્‍બર માસની ૯મી તારીખને શનિવારે રોલીંગ મિડોઝ ટાઉનમાં આવેલ મિડોઝ કલબમં યોજવામાં આવ્‍યો હતો તેમાં ૧પ૦ જેટલી ભારતીય સમાજની અગ્રગણ્‍ય મહિલાઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે શિકાગોના ડાઉન ટાઉન વિસ્‍તારમાં આવેલી ભારતીય કોન્‍સ્‍યુલેટના કોન્‍સ્‍યુલ જનરલ નીતા ભુષણજીએ હાજરી આપી હતી.

આ સંસ્‍થાનો મુખ્‍ય ઉદ્દેશ એ છે કે શિકાગો તેમજ તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતી ભારતીય મહિલાઓ ભીન્ન ક્ષેત્રોમાં ઉચ્‍ચ કક્ષાનું વ્‍યાપારી ક્ષેત્રે અવ્‍વલ નંબરનું સ્‍થાન ધરાવે છે અને મોટાભાગની મહિલાઓ ઉચ્‍ચ સ્‍થાને બિરાજમાન છે. અને પોતાના બીઝનેસને તેજ ગતિએથી આગળ ધપાવે છે. હવે આ બહેનોએ સમાજ પાસે અનેક વસ્‍તુઓ પ્રાપ્ત કરેલ છે તેથી તેઓએ સંગઠીત થઇને સમાજને તે પરત આપવું જોઇએ એવો નિર્ણય કરતા આ સંસ્‍થાના સ્‍થાપક મહિલા (૧) રીટા સીંગ (ર) શિતલ દફતરી તેમજ (૩) ડો. અનુજા ગુપ્તા છે. અને તેની શરૂઆત ગયા નવેમ્‍બર માસમાં શરૂ કરી હતી અને હાલમાં તેની વિધિવત અમલીકરણ કરી હતી.

આ પ્રસંગે શિકાગોના કોન્‍સ્‍યુલ જનરલ નીતા ભૂષણ આ મહિલા સંસ્‍થાની શરૂઆત થતાં અત્‍યંત આનંદની લાગણીઓ વ્‍યકત કરી હતી અને શિકાગો અને તેના પરા વિસ્‍તારમાં અનેક પ્રકારની મહિલા શકિતઓ ભીન્ન ભીન્ન ક્ષેત્રોમાં કાર્યક રે છે. તેઓને એકત્રીત કરવાનું કાર્ય આ સંસ્‍થા દ્વારા હાથ ધરવામાં અવેલ છે તે અતિ મહત્‍વનું એમ જણાવી તેના સ્‍થાપકો તથા ભીન્ન ભીન્ન પ્રકારની કમીટીઓના સભ્‍યોને અભિનંદન આપી તે દિશામાં આગવી વધવા માટે હાકલ કરી હતી.

આ સંસ્‍થાને પ્રગીતના માર્ગે પ્રયાસ કરાવવા માટે જે ભીન્ન ભીન્ન પ્રકારની કમીટીઓ રચવામાં આવેલ તેમાં સલાહકાર સમિતિમાં (૧) ડો. આશા ઓરોસ્‍કર (ર) અનીષા શાહ (૩) સ્‍મિતા શાહ (૪) મુધલિકા ડેરનો સમાવેશ થાય છે જયારે કોર ટીમમાં (ક્ષ્) ડો. મંજુરી ગંભીર (ર) લોની શર્મા (૩) સુષ્‍મા ભાનોટ (૪) ડો. સુનિલ ગુપ્તા (પ) વિધા જોશી દેશપાન્‍ડે (૬) અશીયા વજીદ (૭) ઉમા કાંતિકી (૮) ડો. તન્‍વી ભટ્ટ (૯) રજીની અકુર્તિ (૧૦) ડો. પૂજા શર્મા (૧૧) અર્પણા અયલા રાજુ (૧ર)પ્રતિભા જૈરથ (૧૩) નમીથા પાઇ (૧૪) શ્રી ગુરૂસ્‍વામી (૧પ) રોઝી ભાસીત (૧૬) પ્રોમીલા કુમાર અને (૧૭) રત્‍નાકપુરનો સમાવેશ થાય છે. તેમજ કોમ્‍યુનીટી પાર્ટનર્સમાં (૧) નિપા શાહ (ર) નિલમ દિવવેદીસીંગ (૩) પાયલ શાહ (૪) રશ્‍મી ફરસાના (પ) હર્ષા ભગવાંકર (૬) વિભાદવે (૭) જીજ્ઞા ઠક્કર (૮) ભાવના મોદી તથા (૯) ફરહાના બુખારીનો સમાવેશ થાય છે. આ સંસ્‍થા અંગેની સંપૂર્ણ માહિતી તેની વેબ સાઇટ www.chicagowa. દ્વારા પ્રાપ્ત થઇ શકશે.

(3:58 pm IST)