Gujarati News

Gujarati News

News of Thursday, 3rd March 2022

અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા ' ગાયત્રી ચેતના સેન્ટર ' ના ઉપક્રમે મહા શિવરાત્રી ઉત્સવ ઉજવાયો : 27 ફેબ્રુઆરીના રોજ આયોજિત ઉજવણીમાં સામુહિક ' મહા રુદ્રાભિષેક ' તથા ' દિવ્ય મહાકાલ આરતી ' નું આયોજન કરાયું : વૈદિક મંત્રોચ્ચાર સાથે 1200 થી વધુ ભાવિકોએ ભગવાન શિવની આરાધના તથા પૂજા વિધિ કરી : આગામી હોળી ધુળેટી ઉત્સવ 20 માર્ચ રવિવારના રોજ ઉજવાશે


દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : તાજેતરમાં ન્યુજર્સી સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર piscataway ન્યુજર્સી મુકામે મહા શિવરાત્રી નિમિત્તે 27 ફેબ્રુઆરીના રોજ સમૂહમાં ' મહા રુદ્રાભિષેક ' તથા દિવ્ય મહાકાલ આરતીનું આયોજન ભાવભેર સંપન્ન બનેલ .

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રદ્ધેય શ્રી ડો.પ્રણવભાઈ પંડ્યાજી તથા શ્રદ્ધેય શૈલ જીજીના માર્ગદર્શન થકી ગાયત્રી મંદિર ,piscataway ન્યૂજર્સીમાં મંદિરના પોતાના જ હોલમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે, વ્યક્તિગત પૂજા સામગ્રી સાથે 1200 થી વધુ ભાવિક ભક્તોએ ભગવાન શિવની આરાધના તથા પૂજા વિધિ કરી હતી.

ગાયત્રી મંદિરના સ્વયંસેવકોએ તથાશ્રી ઉર્વિણભાઈ ( શંભુ  ) ,શ્રી હિંમતલાલ ,શ્રી સુબોધભાઈ ,શ્રી વિનોદભાઈ ,તથા શ્રી જસભાઈ વડીલોના માર્ગદર્શન સાથે શ્રી ભગવાન શિવના વિવિધ પ્રકારના અભિષેક અને પૂજા વિધિ કરાવવામાં આવેલ .આટલી મોટી સંખ્યામાં પધારેલા ભક્તો માટે સુવ્યવસ્થા જળવાય તે માટે ગાયત્રી મંદિરના 70 જેટલા સ્વયંસેવકો ખડે પગે ઉભા રહીને પોતાની માનદ સેવા આપી રહ્યા હતા.

હિન્દૂ સંસ્કૃતિના જતન માટે ,ભારતની માફક શાંતિકુંજથી માર્ગદર્શન મેળવીને હિન્દૂ ધર્મના તહેવારો દિવાળી ,શિવરાત્રી ,નવરાત્રી ,સહીત અલગ અલગ ઉત્સવની ઉજવણી હાથ ધરવામાં આવે છે.ઉપરોક્ત મહા રુદ્રાભિષેકના આયોજન માટે કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ રાખવામાં આવતો નથી.હવે પછીનો આગામી હોળી ધુળેટીનો રંગોળી ,મ્યુઝિક , તથા ભજનનો કાર્યક્રમ 20 માર્ચ રવિવારના રોજ સાંજે 4 કલાકે મંદિરના હોલમાં રાખેલ  છે . જે માટે ગાયત્રી ચેતના સેન્ટર દ્વારા ભક્તોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવેલ છે.

હોળી પ્રાગટ્ય તથા ધુળેટીના રંગોત્સવમાં શ્રી ઉમેશભાઈ તથા તેમના  સાથીદારો દ્વારા સંગીતની સુરાવણી થશે.વધુ માહિતી ( 732 ) 357 -8200 અથવા  WWW.GAYATRI CENTER.ORG  ઉપરથી પ્રાપ્ત થશે.

ઉપસ્થિત 1200 થી વધુ ભાવિક ભક્તો શિવ ભગવાનની પૂજા -અભિષેક બાદ મહાપ્રસાદ લઈને મંદિરના હોલમાંથી છુટા પડ્યા હતા.

(7:04 pm IST)