Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

USIBCનાં ર૦૧૮ની સાલના ડીરેકટર બોર્ડની યાદી જાહેર કરતાં બોર્ડ પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાસ : નવું બોર્ડ ઓફ ડીરેકટર્સ ભારત તથા યુ.એસ. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધુ દૃઢ બનાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો

વોશીંગ્‍ટન :  અમેરિકામના પૂર્વ આસીસ્‍ટન્‍ટ સેક્રેટરી ઓફ સ્‍ટેટ ફોર સાઉથ / સેન્‍ટ્રલ  એશિયા તથા USIBCના વર્તમાન પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાલએ કાઉન્‍સીલના ર૦૧૮ની સાલના નવા બોર્ડ ઓફ ડીરેકટર્સની યાદી બહાર પાડી છે.

યુ.એસ. ઇન્‍ડિયા બિઝનેસ કાઉન્‍સીસ (USIBC) ના આ નવા બોર્ડ ઓફ ડીરેકટર્સમાં Akin Gump પાર્ટનર શ્રી પ્રકાશ એચ. મહેતા, એમ વે પ્રેસિડન્‍ટ શ્રી સમીર બેરલ, બાયોકોન ચેર શ્રી કિરણ મઝુમદાર ફેડરલ એકસપ્રેસ કોર્થના શ્રી રાજેશ સુબ્રમણ્‍યમ, હર્મન ઇન્‍ટશેનલનના શ્રી દિનેશ પાલીવાલ, ઇનફીનાઇટ કોમ્‍યુટરના શ્રી સંજય ગોવિલ, IDFC બેંકના શ્રી રાજીવ લાલ તથા વેસ્‍ટર્ન ડીજીટલ કોર્પો.ના શ્રી શિવા શિવરામનો સમાવેશ કર્યો છે.

નવું ડીરેકટર બોર્ડ ર૦૧૮ની સાલમાં ભારત તથા ય.એસ. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધોને વધુ દૃઢ બનાવશે તેવી સુશ્રી નિશા બિશ્વાલએ આશા વ્‍યકત કરી છે.

(9:39 pm IST)
  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરુદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી :સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો :અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 1:08 am IST

  • સેન્સેકસમાં ૪૨૮ પોઈન્ટનો કડાકો યથાવત : નિફટી ૧૩૫ ડાઉનઃ વિદેશી શેરબજારોના ધબડકા બાદ ભારતીય બજાર શરૂઆતથી જ નીચે ખુલ્યુ access_time 11:43 am IST

  • અમેરિકી સરકારનું એક મહિનામાં બીજી વખત ઐતિહાસીક 'શટડાઉન' : યુ.એસ. ફેડરલ સેવાઓ આજથી અટકાવાઇ : રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ સેનેટરો વચ્ચે સરકારી યોજનાઓના ફંડીંગ બાબતે અંતે પણ સંમતી ન સધાઈ access_time 11:12 am IST