Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

અભૂતપૂર્વ ઘટના : અમેરિકામાં વસતા ભારતીયોનો રાજકીય ક્ષેત્રે વધી રહેલો ઝોક : સાન રેમન કેલિફોર્નિયામાં મેયર પદ માટે 4 ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો મેદાનમાં

કેલિફોર્નિયા : અમેરિકામાં વસતા ભારતીયોનો રાજકીય ક્ષેત્રે ઝોક વધી રહ્યો હોવાની અભૂતપૂર્વ ઘટના જોવા મળી રહી છે.જે મુજબ  સાન રેમન કેલિફોર્નિયામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી મેયર પદની ચૂંટણી માટે 4 ઇન્ડિયન અમેરિકન તથા એક સાઉથ એશિયન અમેરિકને ઉમેદવારી નોંધાવી છે.
આ ઉમેદવારોમાં ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર શ્રી સનત શેઠી,સાન રેમન વાઇસ મેયર સુશ્રી સબિના ઝફર ,સ્મોલ બિઝનેસ ઓનર સુશ્રી અપર્ણા મેડિરેડ્ડી ,બિઝનેસ ઓનર તથા એન્જીનીઅર સુશ્રી સુસ્મિતા નાયક ,તથા ફિઝિશિયન શ્રી દિનેશ ગોવિંદરાવે  ઉમેદવારી નોંધાવી છે.
ઉપરોક્ત ઘટના માટે AAPI   એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફોર પ્રોગ્રેસિવ એક્શન શ્રી વરુણ નિકોરે ખુશી વ્યક્ત કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:44 pm IST)