News of Monday, 1st January 2018

વિશ્વ બજારનાં પ્રવાહો બદલાઈ રહ્યા છે: ક્યા રોકાણ કરવું સોના કે બીટકોઈનમાં

મુંબઇ : આવો આપણે બજારના બે થીમ જોઈએ, જેમાં છેલ્લા કેટલાંક મહિનાથી સોનાની લોકપ્રિયતા ઘટવા સાથે ભાવ ઘટી રહ્યા છે. આને માટે બિત્કોઇન અને વધતા વ્યાજદરને  જવાબદાર ગણવામાં આવે છે.  અલબત્ત, આને માટે સીધી રીતે કોઈ મીકેનીઝમ કે આર્બીટ્રાજ જવાબદાર નથી, જે બિત્કોઇનના ભાવને ઉંચે અને સોનાના ભાવને નીચે ધકેલતા હોય. દરમિયાન એવું લાગી રહ્યું છે કે સોનાના ભાવ ૨૦૧૭મા દબાણમાં રહ્યા છે, વાસ્તવમાં ભાવ ૧૦ ટકા વધ્યા છે. નાટ્યાત્મક રીતે બિત્કોઇન અને બ્લોક્ચેઈન ટેકનોલોજી ઝળાહળા થઇ છે. ભવિષ્યમાં સોના-ચાંદીમાં રોકાણ અને ખાણ કંપનીઓના શેરો કેટલા શોર્ટ લીસ્ટ થાય છે તે જોવાનું રહેશે.

દલીલ ખાતર બાહ્ય રીતે એવું લાગે કે બિત્કોઇનને કારણે સોનાના ભાવ ઘટ્યા છે. જેમણે ભાવ વૃદ્ધિના આશયથી સોનું ખરીદ્યું હતું તેઓ કદાચ બિત્કોઇન તરફ આકર્ષિત થયા છે. અત્યારે તો સોનાના ભાવ બિત્કોઇનની માફક ઉપર જતા નથી. જો કોઈને ઝડપથી ડોલર કમાઈ લેવા હોય તો તેમના માટે સોના કરતા બિત્કોઇનમાં સવારી કરવાનો, નિશ્ચિતપણે સારો વિકલ્પ છે.

સારા આશય સાથે ઘડવામાં આવેલા કેપિટલ માર્કેટના નિયમનો અત્યારે નકામા લાગી રહ્યા છે. ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતા તો ત્યાં સુધી કહે છે કે મની સપ્લાય સતત વધી રહ્યો છે, બરાબર એજ સમયે કોમોડીટી બ્રોકરો અને બોક્રેજ હાઉસનો એકી સાથે વીંટોવળીને સંકડાઈ રહ્યા છે. આવા કેટલાંક બ્રોકરો તો ત્રણ દિવસની રજાની અને નવા બ્રોકરેજ એકાઉન્ટ ખોલવાની પરવા કર્યા વગર બિત્કોઇન બજારમાં દાખલ થઇ ગયા છે. ૨૦૦૮ની નાણા કટોકટી અને મંદી પછી રોકાણકારોનો શેરબજાર પરનો વિશ્વાસ સતત ઘટી રહ્યો છે. અત્યારે વિશ્વબજારમાં વ્યાપક બદલાવ આવી ગયો છે.

અલબત્ત, તેઓ કહે છે કે જો અન્ય રીતે જોઈએ તો બિત્કોઇનની અસર સોના પર પડવાની છે. મોટાભાગના લોકો સોનું વેચીને બિત્કોઇન ખરીદી રહ્યા છે. એ પણ એટલુંજ નિશ્ચિત છે કે જેમણે બિત્કોઇનમાં મોટો નફો મળે છે તેઓ ડાયવર્સીફાય થઈને પાછા સોનામાં આવવાના જ છે. ભાવ જે રીતે ઉંચકાયા છે તે જોતા કેટલાંકને ૨૦૦ ટકા કે તેથી વધુ નફો થઇ રહ્યો છે. જો નવા રોકાણકારો ખરીદી કરતા હોય તો કોઈકને તો વેચવું પડેને. ટૂંકમાં આ ડાયવર્સિફીકેશન ટ્રેડ છે.

રિદ્ધિસિદ્ધિ બુલિયન, મુંબઈના ડીરેક્ટર મુકેશ કોઠારી કહે છે કે જેમને સેન્ટ્રલ બેન્કના નિયમ પરવડતા નથી, તેમના માટે સોનુંએ તાર્કીક રીતે ડાયવર્સિફીકેશનવાળી એસેટ્સ છે. તમે જુઓ જે મહત્તમ બિત્કોઇન ધારકો એવું માને છે કે ડોલરમાં સોદા કરવાથી એક દિવસ લોચો પડવાનો છે. સોનું એ કઈ ડોલર માત્ર નથી એ વૈશ્વિક કરન્સી પણ છે. પણ બિત્કોઇન જેવી વાઘસવારી સોનામાં નથી થતી. આવા રોકાણકારો ટેબલની બીજી બાજુ ઉભા છે. સોનું ભવિષ્યની સ્થિરતા પ્રદાન કરે છે. જેમજેમ બિત્કોઇનના ભાવ વધશે તેમતેમ તેમાંથી મૂડી પાછી ખેંચાશે અને રોકાણકારો ટેબલની બીજી બાજુ ઉભા રહી જશે.

ક્રીપ્ટો કરન્સી એ હવે લાખો ડોલરના સપના દેખાડતી કોમોડીટી બની છે, જેમાં ૩.૫ અબજ ડોલરનું મૂડીરોકાણ થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોઈન બેઝ યુઝર સંખ્યા ૧૩૦ લાખે પહોચી ગઈ છે. બિત્કોઇનની પ્રગતી પાછળ બ્લોક્ચેઇન ટેકનોલોજી છે, જે નવા નવા લેન્ડસ્કેપ ચીતરી રહી છે. બ્લોક્ચેઇન ટેકનોલોજી થકી દરેક ૧૦ મીનીટમાં ઓછા ખર્ચે નાણાને એકથી બીજી જગ્યાએ લઇ જઈ શકાય છે. જૂની પદ્ધતિ મુજબ નાણાને એકથી બીજી જગ્યાએ લઇ જતા દિવસો લાગી જય છે અને ખર્ચાળ પણ હતું.

સપ્ટેમ્બરથી સોનાના ભાવમાં પીછેહઠ થઇ રહી છે. જો બિત્કોઇન ન હોત તો સોનાના ડ્રાયવર કોણ કોણ હોતે? આજે પણ કીમતી ધાતુ સોનાચાંદી સારું ઇન્વેસ્ટમેન્ટ છે. આ વર્ષે એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ સામે સોનાએ ૧:૨ ધોરણે વૃદ્ધિ મેળવી છે. આ વર્ષે સોનાના ભાવ ડબલ ડીજીટ વધ્યા છે. તા. ૨૮-૧૨-૨૦૧૭ 

આ આર્ટીકલના લેખક શ્રી ઇબ્રાહીમ પટેલ commoditydna.com વેબસાઇટના એડિટર છે જે ગુજરાતી હિન્‍દી, અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં અપલોડ થતી વિશ્વની એકમાત્ર કોમોડીટી રીસર્ચ વેબસાઇટ છે. તેઓ ૩૬ વર્ષથી કોમોડીટી બજારમાં જર્નાલીસ્‍ટ છે.

(8:43 pm IST)
  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST