Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ફારૂક અબ્‍દુલ્લાને નમાઝ પઢવા માટે ઘરની બહાર જતા રોકવામાં આવ્‍યા : નેશનલ કોન્‍ફ્રેંસ

નેશનલ કોન્‍ફરેસ એ દાવો કર્યો કે મિલાદ-ઉન-તબીના અવસર પર નમાઝ પઢવા હઝરતબલ દરગાહ જઇ રહેલ પાર્ટી અધ્‍યક્ષ ફારૂક અબ્‍દુલ્લાને જમ્‍મુ-કાશ્‍મીર પ્રશાસનને એમના આવાસથી બહાર જતા રોકવામાં આવ્‍યા. આ પર રાજયની પૂર્વ મુખ્‍યમંત્રી અને પીડીપી નેતા મહબુબા મુફતીએ ટવિટ કર્યુ આ અમારા અધિકારોનું ઘોર ઉલ્લંધન છે. અને અત્‍યંત નિંદનીય છે.

(12:00 am IST)
  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • લવ જેહાદ કરવાવાળા સુધરી જાવ ,નહીં તો ' રામ નામ સત્ય છે ' ની યાત્રા નીકળશે : હાઇકોર્ટની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક ચેતવણી : બહેન દીકરીઓની જિંદગી સાથે રમત કરનારાઓને માફ નહીં કરાય access_time 6:06 pm IST

  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST