Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

રત્ના પાઠકે આપ્યું વિવાદી નિવેદન :કહ્યું કે “હું કાંઈ પાગલ નથી કે આવું વ્રત કરું:કડવાચોથના વ્રત કરનારી મહિલાઓની મજાક ઉડાવી

રત્ના પાઠકે હિન્દુ તહેવાર કડવા ચોથને રૂઢિચુસ્ત અને અંધશ્રદ્ધાળુ ગણાવીને મહિલાઓને નિશાન બનાવી

મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ પોતાના બેફામ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ પોતાના નિવેદનોને કારણે ઘણી વખત વિવાદોમાં પણ ફસાઈ ચૂક્યા છે. હવે તેમની પત્ની રત્ના પાઠક શાહ પણ આ યાદીમાં જોડાઈ ગયા છે. રત્ના પાઠકે હિન્દુ તહેવારો પર વિવાદિત નિવેદન આપ્યું છે.

 એક ઇન્ટરવ્યુમાં રત્ના પાઠકે ખુલ્લેઆમ ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે હિન્દુ તહેવાર કડવા  ચોથને રૂઢિચુસ્ત અને અંધશ્રદ્ધાળુ ગણાવીને મહિલાઓને નિશાન બનાવી હતી. રત્ના પાઠકે કહ્યું કે કેવી રીતે 21મી સદીની મહિલાઓ આજે પણ કડવા ચોથ જેવી જૂની પરંપરાઓનું પાલન કરી રહી છે. રત્નાએ કહ્યું કે આપણે અંધશ્રદ્ધાળુ બની રહ્યા છીએ.

રત્ના પાઠકના આ ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેણે કહ્યું કે 'મહિલાઓ માટે હજુ પણ કંઈ બદલાયું નથી. આપણો સમાજ ઘણો રૂઢિચુસ્ત બની રહ્યો છે. આપણે અંધશ્રદ્ધાળુ બની રહ્યા છીએ. આપણે ધર્મને જીવનના મહત્વના ભાગ તરીકે સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. 

આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે શું તે તેના પતિના સ્વાસ્થ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. તો તેના જવાબમાં તેણે કહ્યું- 'હું શું પાગલ છું,કે આવું વ્રત કરીશ? અજાયબીની વાત છે કે શિક્ષિત મહિલાઓ પણ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે. ભારતમાં વિધવા બનવું એ એક ભયંકર પરિસ્થિતિ છે, આ ડરને કારણે મહિલાઓ કડવા ચોથનું વ્રત કરે છે. 21મી સદીમાં પણ આપણે આવી વાતો કરીએ છીએ તે આશ્ચર્યજનક છે.

રત્ના પાઠકના આ નિવેદન બાદ ઘણા યુઝર્સ તેને સોશિયલ મીડિયા પર ઈસ્લામ પર બોલવાની ચેલેન્જ આપી રહ્યા છે. નેટીઝન્સે પૂછ્યું કે જો કડવા ચોથ એક સ્ટીરિયોટાઇપ છે તો ઇસ્લામમાં ટ્રિપલ તલાક, હલાલા અને નજીકના સંબંધોમાં લગ્ન વિશે તેમના શું મંતવ્યો છે. તેઓએ આ મુદ્દાઓ પર પણ બોલવાની હિંમત બતાવવી જોઈએ રત્ના પાઠક છેલ્લે ફિલ્મ જયેશભાઈ જોરદારમાં જોવા મળી હતી.

(12:43 am IST)