Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

લ્‍યો બોલો... GST પ ટકા અને ભાવ ૨૦ ટકા વધી ગયા

દેશમાં ૧૮ જુલાઇથી બીન બ્રાન્‍ડેડ ખાદ્યસામગ્રી પર ૫ ટકા જીએસટી લાગુ થયો પણ તેની આડમાં ભાવ ૩ વખત વધ્‍યા

નવી દિલ્‍હી, તા.૨૮: દેશમાં ૧૮ જુલાઇથી બીન બ્રાન્‍ડેડ ખાદ્યાન્‍ત પર જીએસટી પ ટકા લાદવામાં આવેલ છે. જેની આડમાં વેપારીઓએ ભાવ ત્રણ-ચાર ગણા વધારી દીધા છે. જેને કારણે અનાજ કઠોળના ભાવ મહિનામાં જ ૧૫  ટકા વધી ગયા છે. પહેલો ભાવ વધારો જુલાઇની શરૂઆતમાં જયારે જાહેરાત થઇ ત્‍યારે થયો અને બીજીવાર ૧૮ જુલાઇએ જીએસટીના દરો લાગુ થયા તે દિવસે થયો. ત્રીજી વખત વધારો એક સપ્‍તાહ પછી ખાદ્યાન્‍નની નવી ખેપના નામે થયો. આ પ્રકારે ત્રણ વારમાં પ ટકાની જગ્‍યાએ અનાજમાં ૧૫ થી ૨૦ ટકા ભાવ વધારો ઝીંકી દીધો જો કે રીટેલ વેપારીઓનું કહેવુ છે કે હવે કિંમત સ્‍થિર થઇ ઘટવી જોઇએ.

સૂત્રો કહે છે કે લોટના ભાવ ૧ માસમાં ૫ રૂપિયા વધ્‍યા છે જીએસટીની જાહેરાત થઇ ત્‍યારે લોટ ૨૮ રૂપિયે કિલો હતો, પ ટકા લાગ્‍યા પછી તેમાં ૧-૪૦નો ભાવ વધારો થવો જોઇતો હતો પણ હવે તે ૩૩ રૂપિયે કિલો મળે છે તો ચોખાના ભાવ પણ ૫ રૂપિયા વધ્‍યા છે. ૩૫ રૂપિયે મળતા ચોખા ૪૦ના કિલો મળે છે.

રોટલીની સાથે દાળના ભાવથી પણ લોકો પરેશાન છે અળદની દાળ ૧ મહિનામાં ૧૫ રૂપિયા મોંઘી થઇ છે. ૧૦૦ રૂપિયે મગની દાળ હાલ ૧૧૫ની કિલો મળે છે જયારે અન્‍ય દાળના ભાવ ઘટે તેવી શકયતા છે.

(11:01 am IST)