Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ : ફરી પેટ્રોલમાં 80 પૈસા જયારે ડીઝલમાં 72 પૈસાનો વધારો

છેલ્લા 8 દિવસમાં પેટ્રોલમાં 4.72, ડીઝલમાં 4.93 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો

 

નવી દિલ્હી :ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે રાજ્યમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલમાં 80 પૈસા, ડીઝલમાં 72 પૈસાનો વધારો થયો છે હવે રાજ્યમાં પેટ્રોલનો નવો ભાવ 99.91 અને ડીઝલનો નવો ભાવ 94.48 થઈ ગયો છે. મહત્વનું છે કે છેલ્લા 8 દિવસમાં પેટ્રોલમાં 4.72, ડીઝલમાં 4.93 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જો યુક્રેન-રશિયાનું યુદ્ધ ચાલતું જ રહ્યું તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય લોકો માટે માથાનો દુખાવો બની શકે છે.

પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતાં હવે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આ સીધી અસર છે.. પેટ્રોલમાં આજે 30 પૈસા અને  ડીઝલમાં 37 પૈસાનો વધારો થયો છે.. દિલ્લીમાં પેટ્રોલની કિંમત 99.41 રૂપિયા અને ડીઝલની કિંમત 90.77 રૂપિયાએ પહોંચી ગઈ છે.. તો દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 114.19 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલ 98.50 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. ઈંધણના ભાવ વધતાં જનતા પરેશાન છે.

(12:40 am IST)