Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

કેરળ પોલીસે ડી ડેડ નામનું ડિજિટલ નશામુક્તિ કેન્દ્ર બનાવ્યું

મોબાઈલ, ઈન્ટરનેટની લતને છોડવવા પહેલઃઆ કેન્દ્રમાં બાળકોને મનોવૈજ્ઞાનિક સેવાઓ પણ મળશે

તિરુવનંતપુરમ, તા.૨૮ : બાળકોમાં ઈન્ટરનેટ, મોબાઈલની લતને લઈને આજકાલ દર બીજો પરિવાર પરેશાન છે. કોરોના દરમિયાન થયેલી ઓનલાઈન ક્લાસના કારણે આમા વધુ વધારો જોવા મળ્યો છે. એવામાં આ લત સામે ઉકેલ મેળવવા કેરળ પોલીસે ડી ડેડ નામનુ એક ડિજિટલ નશા મુક્તિ કેન્દ્ર બનાવ્યુ છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ કેન્દ્રમાં બાળકોને મનોવૈજ્ઞાનિક સેવાઓ પણ મળી શકશે. આ પહેલની જાહેરાત ગયા વર્ષે જ કરી દેવાઈ હતી પરંતુ હવે આને સરકારની સ્વીકૃતિ મળી છે. ડી-ડેડ મનોવૈજ્ઞાનિક, પરામર્શદાતાઓ અને બાળકો માટે સહજ ટુલકિટ યુક્ત કેન્દ્ર હશે. આનો ઉદ્દેશ્ય ઈન્ટરેક્ટિવ શિક્ષાના માધ્યમથી ડિવાઈસથી મુક્ત રીતે અને વૈજ્ઞાનિક રીતની મદદથી બાળકોના મનથી ડિજિટલ એડિક્શનની લતને હટાવવાની રીત પર કામ કરે છે. કેરળના એડીજીપીનુ કહેવુ છે કે આને બનાવ્યા પહેલા આની પર વ્યાપક શોધ કરાઈ છે. આ ભારતમાં પહેલુ કેન્દ્ર છે. કેરળ પોલીસનુ કહેવુ છે કે આમાં આગળ જઈને શિક્ષણવિદો, શિક્ષણવિભાગ, સામાજિક કલ્યાણ અને પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ વિભાગની સહાયતા પણ લેવામાં આવશે. આ સાથે જ આમાં શિક્ષકો, પાલકો, વિદ્યાર્થીઓ અને પોલીસના કેડેટને પણ જોડવામાં આવશે. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન અનુસાર લગભગ ૪૬ ટકા ભારતીય સક્રિયરીતે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. મહારાષ્ટ્ર ઈન્ટરનેટ ઉપયોગ કરનાર ૬૧ ટકાની સાથે અવ્વલ નંબર પર છે જ્યારે કેરળ ૫૯ ટકા ઈન્ટરનેટ ઉપયોગ સાથે બીજા નંબરે આવે છે.

સાયબર નિષ્ણાંતો અનુસાર ઓનલાઈન માધ્યમ પર વધારે સમય પસાર કરનાર ઓનલાઈન શોષણ અને પોર્નોગ્રાફી કરતા વધારે શિકાર થાય છે અને તરત આની લતમાં પડી જાય છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો અનુસાર ૨૦૨૦-૨૧માં સાયબર અપરાધમાં ૧૨ ટકાનો નફો થયો છે. મહામારી ના કારણે આરોગ્યના નુકસાન સિવાય જો કોઈ વસ્તુમાં વધારો જોવામાં આવે તો તે ઓનલાઈન ગુનો છે.

(8:27 pm IST)