Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

ભારતીય રિઝર્વ બેન્‍કમાં બી ગ્રેડની 303 જગ્‍યાઓ ભરાશેઃ 18 એપ્રિલ સુધીમાં અરજદારો અરજી ઓનલાઇન કરી શકશે

850 રૂપિયા ફી સાથે 21 થી 30 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે

નવી દિલ્હી: હાલમાં ભારતીય રિઝર્વ બેંકે 303 જેમાં ગ્રેડ B ની પોસ્ટની ભરતી માટે જાહેરાત કરી છે. આમ આમાં આરબીઆઈની આ ભરતી માટેની ઓનલાઈન અરજી 28 માર્ચથી સક્રિય થશે. આ સમયે , અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2022 છે.

જોકે આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક એવા તમામ ઉમેદવારો આરબીઆઈની વેબસાઈટ rbi.org.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં આ ભરતીમાં તમામ ઉમેદવારોને અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ વિગત જોવી જરૂરી રહેશે .

અરજી પમાટેની મહત્વની તારીખો

ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ* આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તારીખ 28 માર્ચ 2022 રાખવામાં આવેલી છે

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ* જોકે આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2022 રાખવામાં આવેલી છે

ખાલી જગ્યાની વિગતો

#હાલ RBI ની આ ભરતીમાં કુલ 303 કરતા વધારે જગ્યાઓ ને ભરવાની છે જેમાંથી 238 પોસ્ટ ઓફિસર્સ ગ્રેડ B જનરલ માટે, 31 પોસ્ટ ઓફિસર ગ્રેડ B DEPR માટે અને 25 જગ્યાઓ ગ્રેડ B DSIM માટે અને 6 જગ્યાઓ આસિસ્ટન્ટ મેનેજર માટે છે. જેમાં આસિસ્ટન્ટ મેનેજર પ્રોટોકોલ અને સુરક્ષા માટે 3 જગ્યાઓ ખાલી કરવામાં આવી છે.

ઉંમર મર્યાદા

આ ભરતીમાં 1લી જાન્યુઆરી થી 2022ના રોજ આ ઉમેદવાર ની ઉમર 21 થી 30 વર્ષની જેટલી હોવી જરૂરી છે .

અરજી ફી

આ ભરતીમાં અરજી ફ્રી રૂ 850. રાખવામાં આવેલી છે

(5:23 pm IST)