Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

યોગી પ્રધાન મંડળમાં ૨૦ દાગી પ્રધાનો

યોગી સરકારમાં ૩૯ કરોડપતિ, ૯ પ્રધાનો ગ્રેજ્યએટ પણ નથી

 

લખનૌ,તા. ૨૮ : ૨૫ માર્ચે યુપીમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં નવી સરકારની રચના થઇ. તેમાં કુલ પર મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં ૧૮ કેબીનેટ, ૧૪ રાજ્યકક્ષાના અને સ્વતંત્ર હવાલો ધરાવતાં રાજ્યકક્ષાના પ્રધાનો છે. એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ એટલે કે એડીઆર અને યુપી ઇલેકશન વોચે આ પર પ્રધાનમાંથી ૪૫ પ્રધાનોના સોગંદનામાના આધારે એક રિપોર્ટ તૈયાર કર્યો છે.

આ રિપોર્ટ અનુસાર, આ ૪૫ પ્રધાનમાંથી લગભગ અર્ધા ૪૯ ટકા પ્રધાન વિરૂધ્ધ ગંભીર ગુનાના કેસો નોંધાયેલા છે. અને આ અંગેની માહિતી તેમણે પોતાના સોગંદનામામાં આપી છે. તો આ ૪૫ પ્રધાનોમાંથી લગભગ ૮૭ એટલે કે ૩૯ પ્રધાનો કરોડપતિ છે જેમની કુલ સરેરાશ સંપતિ લગભગ નવ કરોડ રૂપિયા છે.

આ પ્રધાનોની શૈક્ષણિક લાયકાત અંગે જાણવા મળ્યુ છે કે ૨૦ ટકા એટલે કે નવપ્રધાનો એવા છે જેમણે પોતાની શૈક્ષણિક લાયકાત ધોરણ ૮ થી ૧૨ વચ્ચે જાહેર કરી છે. ૮૦ ટકા પ્રધાનો એટલે કે ૩૬ પ્રધાનોએ પોતાની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ અથવા તેનાથી વધારે જાહેર કરી છે. આ ઉપરાંત ૨૦ એટલે કે ૪૪ ટકા પ્રધાનો એવા છે જેમની ઉંમર ૩૦ થી ૫૦ વર્ષ વચ્ચે છે. જ્યારે ૨૫ પ્રધાનો (૫૬ ટકા)ની ઉંમર ૫૧ થી ૭૦ વર્ષ વચ્ચે છે.

(10:57 am IST)