Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર તેમના વતન બખ્તિયારપુરમાં હુમલો થયો

સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ શખ્સની ધરપકડ: સ્વાતંત્ર્ય સેનાની શીલભદ્ર યાજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહેલા નીતીશકુમાર પર હુમલો : મંચ પર ઝડપથી ચાલતો અને નીતીશ કુમારને પીઠ પર મારતો નજરે પડ્યો આરોપી

પટના: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આજે તેમના વતન બખ્તિયારપુરમાં એક વ્યક્તિએ હુમલો કર્યો હતો.  સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે મુખ્ય પ્રધાન સ્થાનિક હોસ્પિટલના સંકુલમાં રાજ્યના સ્વાતંત્ર્ય સેનાની શીલભદ્ર યાજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહેલા હતા ત્યારે હુમલો થયો હતો.
પાછળથી આવેલો આ માણસ મંચ પર ઝડપથી ચાલતો અને નીતીશ કુમારને પીઠ પર મારતો નજરે પડ્યો હતો. સુરક્ષાકર્મીઓ તેને તરત જ સ્ટેજ પરથી દૂર ખેંચી ગયા હતા.

(12:00 am IST)