Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

જસદણનાં પોલીસ ઇન્સ્પેક્ટર જોષીને કોરોના પોઝીટીવ : જીલ્લાનાં પોલીસ બેડામાં ચિંતા ફેલાઈ

જીલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા ગઈકાલે રાજકોટ ખાતે યોજાયેલ માસિક ક્રાઇમ કોનફરન્સમાં હાજર હતા PI જોશી : હાલ પી.આઇ.જોષી હોમ કોરોનટાઇન

( વિજય વસાણી આટકોટ ) : જસદણનાં પી.આઇ.જોષીનો આજે સાંજે રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝીટીવ આવતા જીલ્લાનાં પોલીસ બેડામાં ચિંતા ફેલાઈ ગઈ છે.
              ઉલ્લેખનીય છે કે ગઇકાલે જીલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા રાજકોટ ખાતે માસિક ક્રાઇમ કોનફરન્સ બોલાવવામાં આવી હતી જેમાં રાજકોટ જીલ્લાના પોલીસ વડા બલરામ મીણા જીલ્લાનાં બે  ડી.વાય.એસ.પી.,એલ.સી.બી.નાં પી.આઇ.,તમામ પોલીસ સ્ટેશનનાં થાણા ઇનચાર્જ હાજર રહ્યા હતા જેમાં જસદણનાં પી.આઇ.જોષી પણ સામેલ થયા હોય સમગ્ર પોલીસ બેડામાં ચિંતાનુ મોજુ ફેલાઈ ગયુ છે.
             હાલ પી.આઇ.જોષીને પ્રાથમીક સારવાર આપી હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે.

(10:29 pm IST)
  • લાલુનો જેલવાસ ૧૧ ડિસેમ્બર સુધી લંબાયો : આરજેડી પક્ષના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવને આજે ફરી જામીન મળ્યા નથી : ૧૧ ડિસેમ્બર સુધી જેલમાં રહેવુ પડશે : તેમની જામીન અરજીની સુનાવણી હવે ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે access_time 1:08 pm IST

  • મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય : 30 હજાર સેક્સ વર્કર્સને દર મહિને 5 હજાર રૂપિયા આપશે : ઉપરાંત જેમના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને દર મહિને અઢી હજાર રૂપિયા વધુ અપાશે : રાજ્યના 32 જિલ્લાની 30 હજાર મહિલા સેક્સ વર્કર્સને આર્થિક સહાય માટે 51 કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન : મહિલા તથા બાળવિકાસ મંત્રી યશોમતી ઠાકુરની ઘોષણાં access_time 11:43 am IST

  • શ્રીનગર પાસે સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો હુમલો: જમ્મુ-કાશ્મીર: શ્રીનગર પાસેના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે access_time 10:49 am IST