News of Friday, 27th November 2020
જસદણનાં પોલીસ ઇન્સ્પેક્ટર જોષીને કોરોના પોઝીટીવ : જીલ્લાનાં પોલીસ બેડામાં ચિંતા ફેલાઈ
જીલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા ગઈકાલે રાજકોટ ખાતે યોજાયેલ માસિક ક્રાઇમ કોનફરન્સમાં હાજર હતા PI જોશી : હાલ પી.આઇ.જોષી હોમ કોરોનટાઇન
( વિજય વસાણી આટકોટ ) : જસદણનાં પી.આઇ.જોષીનો આજે સાંજે રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝીટીવ આવતા જીલ્લાનાં પોલીસ બેડામાં ચિંતા ફેલાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે જીલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા રાજકોટ ખાતે માસિક ક્રાઇમ કોનફરન્સ બોલાવવામાં આવી હતી જેમાં રાજકોટ જીલ્લાના પોલીસ વડા બલરામ મીણા જીલ્લાનાં બે ડી.વાય.એસ.પી.,એલ.સી.બી.નાં પી.આઇ.,તમામ પોલીસ સ્ટેશનનાં થાણા ઇનચાર્જ હાજર રહ્યા હતા જેમાં જસદણનાં પી.આઇ.જોષી પણ સામેલ થયા હોય સમગ્ર પોલીસ બેડામાં ચિંતાનુ મોજુ ફેલાઈ ગયુ છે.
હાલ પી.આઇ.જોષીને પ્રાથમીક સારવાર આપી હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે.
(10:29 pm IST)