Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

જે અમિત માલવીયને પક્ષમાંથી તગેડી મૂકવાની સુબ્રમણ્યમ સ્વામીએ માગણી કરેલ, તેને જ ભાજપમાં ફરી આઇટીના 'હેડ' બનાવાતા સ્વામીએ હવે પીએમઓ સાથે સંકળાયેલા અધિકારીને નિશાન બનાવ્યા

નવીદિલ્હી: ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી તેમના ટ્વીટ્સને કારણે ફરી એકવાર સમાચારોમાં છે.  ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયા બાદ હવે તેમણે પીએમઓ સાથે સંકળાયેલા અધિકારીને નિશાન બનાવ્યા છે.  રાજ્યસભાના સાંસદે રવિવારે (27 સપ્ટેમ્બર, 2020) ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે અમિત માલવીયા સાથે પીએમઓ હરેન જોશી પણ બનાવટી એકાઉન્ટ્સથી તેમના પર કરાયેલા વ્યક્તિગત હુમલામાં સામેલ થયા હતા.  ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (ઓએસડી) હરેન જોશીને પીએમ નરેન્દ્ર મોદીના વિશેષ સલાહકાર માનવામાં આવે છે.  જોશી હાલમાં પીએમઓમાં ઓએસડી (કોમ્યુનિકેશન અને આઈટી) છે.

સ્વામીએ પોતાના ટ્વિટમાં કહ્યું કે હવે જ્યારે અમિત માલવીયાની ફરી નિમણૂક થઈ છે, ત્યારે મારે કહેવું પડશે: મારી અગાઉની ટ્વીટ્સ એ શોધવાની હતી કે અમિત માલવીયાએ જાતે જ બનાવટી આઈડીથી ટ્વીટ કરી હતી કે તેની પાછળ કોઈ બીજું પણ હતું.

તે હવે સાફ થઈ ગયું છે. પીએમઓ હરેન જોશી તેની પાછળ હતા.  મેં આ વિશે બે અઠવાડિયા પહેલા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લખ્યું હતું.

ખરેખર, ભાજપના આ નેતા, સુબ્રમણ્યમ સ્વામી, જેઈઈ નીટ પરીક્ષા, અર્થતંત્ર અને અન્ય મુદ્દાઓ ઉપર નરેન્દ્રભાઈ મોદી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે.  તેઓએ આરોપ લગાવ્યો હતો કે આ માટે, મેં કરેલા આક્ષેપો માટે જ, નકલી એકાઉન્ટ બનાવીને તેમના ઉપર(સ્વામી ઉપર) વ્યક્તિગત હુમલો કરવામાં આવી રહ્યો છે.  તેમણે ભાજપના આઇટી સેલના વડા અમિત માલિવયને પોતાના પર થયેલા હુમલા માટે દોષીત ઠેરવ્યા હતા અને તેમને હટાવવાની માંગ કરી હતી.

9 સપ્ટેમ્બરના રોજ રાજ્યસભાના સાંસદે આ સંદર્ભે ટિ્‌વટ કર્યું હતું કે જો અમિત માલવીયાને ભાજપના આઇટી સેલમાંથી હટાવવામાં નહીં આવે તો તેનો અર્થ એ છે કે પક્ષ મારો બચાવ કરવા માંગતો નથી.  જો પક્ષમાં એવો કોઈ મંચ ન હોય કે જ્યાં હું મારા અભિપ્રાય વ્યક્ત કરી શકું તો મારે જ મારો પોતાનો બચાવ કરવો પડશે તેમ સ્વામીએ કહેલ.

સોશ્યલ મીડિયા યુઝર્સે પણ સ્વામીના આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે.  ટ્વિટર યુઝર રાજીવ @રાજીવસુદ લખે છે, 'તમે ઝડપથી તમારી વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છો.  તમે પણ એક સમયે સોનિયા ગાંધી સાથે બેસીને અટલજીની સરકારને પાડી દેવા બેઠા હતા. એકવાર તમે બાબરી મસ્જિદના પુનર્નિર્માણની હિમાયત કરી.

આરવીજી rvgindia લખે છે, 'તમે ભાજપ સિવાય અન્ય કોઈ પાર્ટીમાં જોડાઈ જાવ.  ભાજપે ફક્ત સાત વર્ષમાં બધું જ સમાપ્ત કર્યું.  2014 માં કરેલા તેમના વચનો સાંભળો.

(2:04 pm IST)
  • ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરીયા રાજ્યની લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં ત્રણ ગુજરાતીઓએ ઝંપલાવ્યું છે. મૂળ ગુજરાતના અને વિંધમ સિટીમાં સ્થાયી થયેલા ઉત્સાહી અને ગુજરાતી સમાજમાં પ્રતિષ્ઠિત કેતન પટેલ, કપિલ ઠક્કર અને ઘનશ્યામ રામાણી ચૂંટણી લડી રહ્યા છે અને સમગ્ર એનઆરઆઈ સમાજ આ યુવાનોની પડખે છે. access_time 3:44 am IST

  • અંતે બિહારના પોલીસવડા, નીતીશકુમારના પક્ષમાં જોડાઈ ગયા: ચૂંટણીમાં ઝંપલાવશે : બિહારના પૂર્વ પોલીસવડા ડીજી ગુપ્તેશ્વર પાંડે એ ધારણા મુજબ જ રાજકારણમાં ઝંપલાવ્યું છે તેઓ મુખ્યમંત્રી નીતીશકુમારના જનતાદળ યુ પક્ષમાં જોડાઈ ગયા છે અને આગામી બિહારની ચૂંટણી લડશે તે નિશ્ચિત મનાય છે. access_time 5:06 pm IST

  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST