Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

વિદેશી મુદ્રા ભંડાર 2.47 અરબ ડોલર ઘટીને 616.895 અરબ ડોલર પહોંચ્યું

વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી ચલણ અસ્કયામતો (FCA)માં ઘટાડો

મુંબઈ :દેશનું વિદેશી મુદ્રા ભંડાર 20 ઓગસ્ટ, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 2.47 અરબ ડોલર ઘટીને 616.895 અરબ ડોલર થયું છે. ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે તેના તાજેતરના ડેટામાં જણાવ્યું હતું કે આ ઘટાડાનું કારણ વિદેશી ચલણની સંપત્તિમાં થયેલો ઘટાડો છે.

અગાઉ 13 ઓગસ્ટ, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 2.099 અરબ ડોલર ઘટીને $ 619.365 અરબ ડોલર થયું હતું. જ્યારે 6 ઓગસ્ટ, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 621.464 અરબ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયુ હતુ.

રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી ચલણ અસ્કયામતો (FCA)માં ઘટાડો છે, જે એકંદર અનામતનો મુખ્ય ઘટક છે. આ સમયગાળા દરમિયાન FCA 3.365 અરબ ડોલર ઘટીને 573.009 અરબ ડોલર થયું.

ડોલરની દ્રષ્ટીએ ગણતરીમાં લેવાતી વિદેશી મુદ્રા સંપતિઓમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી બીજી વિદેશી મુદ્રાઓના મુલ્યમાં વૃદ્ધિ અથવા ઘટાડો પણ વિદેશી મુદ્રાના ઘટાડા અથવા વધારાને અસર કરે છે.

ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન સોનાનો ભંડાર 91.3 કરોડ ડોલર વધીને 37.249 અરબ ડોલર થયો છે. તે જ સમયે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસે ઉપલબ્ધ સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 30 લાખ ડોલર ઘટીને 1.541 અરબ ડોલર થયુ હતું. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન આઈએમએફ પાસે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 1.5 કરોડ ડોલર ઘટીને 5.096 અરબ ડોલર થયું છે.

(12:51 am IST)