Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

હેંડિગ્લે ટેસ્ટ મેચના સ્ટેડિયમ પરથી પ્લેન ઉડાવી ઈંગ્લીશ ક્રિકેટના ધજાગરાં ઉડાવ્યા!

પ્લેન જમીન ઉપરથી બહાર આવ્યું, જેના પર લખ્યું હતું કે “ECB દૂર કરો, ટેસ્ટ ક્રિકેટ બચાવો

ભારત અને ઇંગ્લેન્ડવચ્ચેની ટેસ્ટમેચ દરમ્યાન મેદાનના ઉપરથી એક પ્લેન પસાર થયુ હતુ. જે પ્લેન દ્વારા એક સંદેશ આકાશમાં લખેલો દર્શાવ્યો હતો. જે સંદેશો ECBની વિરુદ્ધ લખેલો હતો. ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજા સત્ર દરમિયાન, એક પ્લેન જમીન ઉપરથી બહાર આવ્યું, જેના પર લખ્યું હતું કે “ECB દૂર કરો, ટેસ્ટ ક્રિકેટ બચાવો.” આ ઘટના ભારતની બીજી ઈનિંગની 25મી ઓવરમાં બની હતી.

ચેતેશ્વર પુજારાએ 91 રનની જબરદસ્ત ઈનીંગ રમી હતી. તે દિવસના અંતે માત્ર 9 રનથી શતકથી દૂર છે. પુજારાએ શરુઆતથી જ બેટને ખોલીને રમત શરુ કરી મેદાન પર એક બાદ એક બાઉન્ટ્રી લગાવવાની શરુ કરી હતી. તેની રમતે ચાહકોને ખુશ કરી દીધા હતા. તેણે આજના દિવસની રમત દરમ્યાન 15 ચોગ્ગા લગાવ્યા હતા. વિરાટ કોહલીએ 45 રનની ઈનીંગ રમી હતી. આ માટે તેણે 94 બોલનો સામનો કર્યો હતો. કોહલી અને પુજારાએ 99 રનની ભાગીદારી રમત રમી હતી. આ પહેલા રોહિત શર્માએ શાનદાર શતક જમાવ્યુ હતુ. ઓપનર તરીકે તેણે શાનદાર શરુઆતનો પ્રયાસ કર્યો હતો

(12:37 am IST)