Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

જ્વેલર્સને ગોલ્ડ હોલમાર્કિંગને લઈને મળી શકે મોટી રાહત : ડેડલાઈન વધારવા માટે લેવાઈ શકે છે નિર્ણય

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ શનિવારે બુલિયન સંગઠનો પાસેથી તેમની સમસ્યાઓ સાંભળશે

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર BIS હોલમાર્કિંગ માટેની સમય મર્યાદા વધારવાની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ શનિવારે બુલિયન સંગઠનો પાસેથી તેમની સમસ્યાઓ સાંભળશે. તેમની સાથે ચર્ચા કર્યા બાદ ગોલ્ડ જ્વેલરીની હોલમાર્કિંગ ફરજિયાત કરવાની તારીખ લંબાવી શકાય છે. દેશભરમાં 350થી વધુ બુલિયન સંસ્થાઓ હોલમાર્કિંગને ફરજિયાત બનાવવા માટે તારીખ વધારવાની માંગ કરી રહી છે. 23 ઓગસ્ટે બુલિયન સંગઠનો પણ આ મુદ્દે એક દિવસની હડતાલ પર ઉતર્યા હતા.

દેશમાં ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્કિંગ 15 જૂનથી ફરજિયાત કરવામાં આવ્યું હતું અને સરકારે જ્વેલર્સને 31 ઓગસ્ટ સુધી સ્ટોકમાં તમામ જૂની જ્વેલરીને હોલમાર્ક કરવા માટેનો સમય આપ્યો હતો. આ પછી હોલમાર્કિંંગ યુનિક આઈડી એટલે કે HUIDના વિરોધમાં જ્વેલર્સ ખુલીને સામે આવ્યા હતા અને ગત 23 ઓગસ્ટના રોજ હડતાલ પર પણ ઉતર્યા હતા.

(11:55 pm IST)