Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અમેરિકામાં કોરોનાએ કહેર વર્તાવ્યો : 24 કલાકમાં એક લાખથી વધુ કેસ નોંધાયા : છેલ્લા 8 મહિનામાં સૌથી વધુ

ગત માસની સરખામણીમાં કોરોનાના કેસની સંખ્યા બમણી થઇ

અમેરિકામાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના 1 લાખ કેસ નોંઘાતા ફરી ચિંતા પ્રસરી છે. યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્નુમન સર્વિસના જણાવ્યા અનુસાર ડેલ્ટા વેરિએન્ટના કેસમાં ઝડપથી વધારો થઇ રહયો છે. છેલ્લા 8 મહિનામાં સૌથી વધુ 1 લાખ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગત માસની સરખામણીમાં કોરોનાના કેસની સંખ્યા બમણી થઇ છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના આંકડા મુજબ દરરોજ 500 લોકો હોસ્પિટલમાં દાખલ થઇ રહયા હતા તેમાં પણ ઝડપથી વધારો જોવા મળે છે.

અમેરિકામાં વેકિસનેશનના કાર્યક્રમમાં શરુઆતથી જ જાગૃતિ જોવા મળે છે તેમ છતાં વધતા જતા કોરોના સંક્રમણે ચિંતા વધારી છે. દક્ષિણ અમેરિકા વિસ્તાર હમણાં કોરોનાનું કેન્દ્ર બનેલું છે. સૌથી કોરોના કેસ ફલોરિડામાં નોંધાયા છે. ત્યાર પછી કોરોના સંક્રમણમાં ટેકસાસ અને કેલિફોર્નિયાનું નામ આવે છે. અલ્બામા,ફલોરિડા અને જયોર્જીયાની ઇન્ટેન્સિવ કેર યૂનિટના બેડ ભરાવા લાગ્યા છે. યુ એસના હેલ્થ ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં એ પણ આવ્યું છે કે જે રાજયોમાં વેકિસનેશન પ્રોગ્રામ ધીમો ચાલે છે એ રાજયોમાં કોરોના સંક્રમણ વધારે છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં બાળકોની સંખ્યા વધારે છે. કેલીફોર્નિયા,ફલોરિડા અને ટેકસાસમાં 32 ટકા જેટલા બાળ દર્દીઓ છે.

(11:45 pm IST)