Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

વડોદરાના સલાઉદ્દીનને 5 વર્ષમાં રૂ. 79 કરોડનુ વિદેશી ફંડીંગ J&K સુધી ફેલાયેલુ નેટવર્ક : દેશ વિરોધી પ્રવૃત્તિનો મોટો ખુલાસો

ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ મામલાની ચાલી રહેલી તપાસમાં યુ.પી ATS ની તપાસનો રેલો વડોદરા પહોંચ્ય બાદ ચોંકાવનારી વિગતો ખુલી

ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ મામલાની ચાલી રહેલી તપાસમાં યુ.પી ATS ની તપાસનો રેલો વડોદરા પહોંચ્યો હતો. જોકે આ કોઇ પહેલી મોટી ઘટના નથી જેમાં વડોદરા કનેકશન બહાર ન આવ્યું હોય. યુ.પીમાં ધર્માંતરણ, દિલ્હીમાં CAA ના પ્રદર્શનકારીઓને પ્રોત્સાહન પુરૂ પાડવા, અસામાજીક તત્વોને છોડાવવા તેમજ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મસ્જિદો બાંધવા માટે વડોદરાના સલઉદ્દીન દ્વારા ફંડીંગ પુરૂ પાડવામાં આવતુ હતુ. સલાઉદ્દીનને દુબઇથી હવાલે મારફતે છેલ્લા 5 વર્ષમાં 60 કરોડ અને આફમી ટ્રસ્ટમાં FCRA (foreign contribution attributory act) મારફતે રૂ. 19 કરોડ મળી કુલ 79 કરોડ જેટલી રકમ મેળવવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ એટીએસ અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડીને વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુઉદ્દીન શેખની ધરપકડ કરી હતી. સલઉદ્દીન અંગે પોલીસે તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો.

આ મામલે શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંઘે માહિતી આપતા જણાવ્યું હતુ કે, આફમી ચેરીટેબલ ટ્રસ્ટના ઓથા હેઠળ જેશ વિરોધી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહીં હતી. છેલ્લા પાંચ વર્ષમાં USA< UK< UAE અને દુબઇથી હવાલા મારફતે રૂ. 60 કરોડ જેટલી રકમ મેળવવામાં આવી હતી. ટ્રસ્ટમાં આવેલી રકમ કેશ મારફતે ઉપાડી શકાય તેમ ન હોવાથી સલાઉદ્દીને સપ્લાયર પાસેથી ખોટા અને બોગસ બીલો બનાવડાવતો હતો. જેની સામે તે સપ્લાયરને ચેક આપતો અને રોકડ રકમ લઇ લેતો હતો.

ગંભીર બાબત તો એ છે કે, ટ્રસ્ટમાં આવતા કરોડો રૂપિયા સલાઉદ્દીન દેશ વિરોધી પ્રવૃતિઓ માટે વાપરતો હતો. જે અંગે પણ પોલીસે તપાસ કરતા દિલ્હી સ્થિત ઉમર ગૌતમને રૂ. 60 લાખ જેટલી રકમ પહોંચાડવામાં આવી હતી. જે રૂપિયા મારફતે CAA નો વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવતુ તેમજ તોફાનોમાં ઝડપાયેલા અસામાજીક તત્વોને છોડાવવા પાછળ વાપરાવમાં આવતા હતા.

તેનાથી પણ વધુ પોલીસ તપાસમાં એવી પણ માહિતી સપાટી પર આવી કે, સલાઉદ્દીને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આસામ અને મધ્યપ્રદેશમાં મસ્જિકો બાંધવા માટે મળતીયાઓને 7.27 કરોડનુ ફંડીંગ પુરૂ પાડ્યુ હતુ. કરોડો રૂપિયાના ફંડીંગ મારફતે ગુજરાતમાં -8, મહારાષ્ટ્રમાં – 45, આસામમાં – 3, મધ્યપ્રદેશમાં – 17 અને રાજસ્થાનમાં – 30 મળી કુલ – 103 જેટલી મસ્જિદો બાંધવામાં આવી છે.

પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી એવી પણ વિગતો સામે આવી છે કે, આ ટોળકીના સંપર્કો જમ્મુ-કાશમિર અને ગુજરાતના ભરૂચ અને સુરતમાં પણ છે. જેથી આ મામલાની તપાસ કરી રહેલી SIT ટીમ દ્વારા ટોળકીના મળતીયાઓ તેમજ તેમના સંપર્કોની તપાસ કરવામાં આવી રહીં છે

(10:18 pm IST)