Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

નારાયણ રાણેનો વળતો પ્રહાર : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપતા કહ્યું -શુસાંતસિંહનો કેસ હજુ પત્યો નથી

રાણેએ કોઈનું પણ નામ લીધા વગર કહ્યું કે ભાભી પર એસિડ ફેકવાની વાત કોણે કરી !

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સામે વિવાદીત ટિપ્પણી કરનાર નારાયણ રાણેને કારણે મહારાષ્ટ્રની રાજકારણમાં હડકંપ મચી ઉઠ્યો છે. ભાજપ નેતા રાણેની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા બાદમાં તેને જામીન આપી દેવામાં આવ્યા છે

સમગ્ર મામલે રાણેએ એવું કહ્યું કે જે રીતે ડાકુઓની ધરપકડ થાય છે. તે રીતે મારી ધરપકડ કરવામાં આવી હતી. રાણેએ કોઈનું પણ નામ લીધા વગર કહ્યું કે ભાભી પર એસિડ ફેકવાની વાત કોણે કરી સાથે જ તેણે કહ્યું સુશાંત રાજપુત અને દિશા સાલિયાનનો કેસ હજું પત્યો નથી. ઉપરાંત તેણે એવું પણ કહ્યું હતું કે અમારે રચનાત્મક કામ કરવાનું છે ઘરમાં બેસીને કામ નથી કરવાનું. 

સમગ્ર મામલે શિવસેના સાંસદ વિનાયક રાઉતે એવું કહ્યું કે નારાયણ રાણેની જનયાત્રા આશીર્વાદ લેવા માટે નહી પરતું શિવસેનાને હેરાન કરવા માટે રાખી છે. સાથેજ તેમણે કહ્યું કે જ્યારે ફડણવીસ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાણેની કુંડળી બનાવાની વાત કરી હતી. તે કુંડળી તેમની અમારી પાસે પણ છે. 

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે નારાયણ રાણેનો મુદ્દો હવે સમાપ્ત થઈ ગયો છે. તેની સામે જે પણ કાર્યવાહી થઈ તે નિયમોના આધાર પર થઈ છે. ઉપરાંત સંજય રાઉતે ચંપલ વાળું નિવેદન યાદ કરીને કહ્યું કે તે નિવેદન કેમ અને ક્યારે આપવામાં આવ્યું તે પણ જુઓ. 

 

 અત્રે  ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેના થપ્પડ વાળા નિવેદનને લઈને ઉદ્ધવ ઠાકરેનું 2018 વાળું નિવેદન સામે આવ્યું હતું. જેમા તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચપ્પલથી મારવાની વાત કરી હતી. હવે આ નિવેદનને લોકો નારાયણ રાણેના લાફા વાળા નિવેદન સાથે જોડીને ઉદ્ધવ ઠાકરે સામે પણ કાર્યવાહીની માગ કરી રહ્યા છે. 

(9:49 pm IST)