Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ગુજરાતમાં માર્ચ 2020 થી એપ્રિલ 2021 દરમિયાન મૃત્યુદરમાં આવેલા ઉછાળા માટે કોવિદ -19 જવાબદાર : સત્તાવાર જાહેર કરાયેલા આંકડાઓ કરતા હકીકતે થયેલા મૃત્યુનું પ્રમાણ વધારે : હાર્વર્ડ યુનિવર્સીટીનો સર્વે : કોવિદ -19 થી મૃત્યુ પામેલા લોકોમાં મહિલાઓ અને 40થી 60 વર્ષ સુધીની ઉંમરના લોકોનું પ્રમાણ વધુ

યુ.એસ. : હાર્વર્ડ યુનિવર્સીટી દ્વારા ગુજરાતમાં કોવિદ -19 ના કારણે મૃત્યુદરમાં આવેલા ઉછાળા અંગે સર્વે કરાયો હતો. રાજ્યની 162 નગરપાલિકાઓ માંથી 54 નગરપાલિકાના રજિસ્ટરના આધારે જાન્યુઆરી 2019 થી ફેબ્રુઆરી  2020 દરમિયાન કરાયેલા માસિક સર્વેમાં જાણવા મળ્યા મુજબ માર્ચ 2020 થી એપ્રિલ 2021 દરમિયાન કોવિદ -19 ના કારણે થયેલા મૃત્યુમાં જંગી ઉછાળો જોવા મળ્યો હતો. જે મુજબ માર્ચ  2020 પછી આ નગર પાલિકાઓમાં મૃત્યુદરની સંખ્યા 16000 જેટલી વધી ગઈ હતી.જે પૈકી સૌથી વધુ મૃત્યુ એપ્રિલ 2021 માં નોંધાયા હતા.જે ગયા વર્ષની સરખામણીમાં 480 ટકાનો વધારો દર્શાવે છે. આ મૃત્યુ દરમાં મહિલાઓ અને 40 થી 60 વર્ષ સુધીની ઉંમરના લોકોનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
કોવિદ -19 થી થયેલા મૃત્યુની સંખ્યા ડેથ સર્ટિફિકેટના આધારે જાહેર કરવામાં આવતી હોય છે. સમગ્ર વિશ્વનાડેથ સર્ટિફિકેટના આધારે કુલ મૃત્યુની સંખ્યા જાહેર કરાય છે. આ માટે કોવિદ -19 ની સારવાર લેવા ગયેલા દર્દીનું કોવિદ -19 ના કારણે મોત થયું હોવાની નોંધ ડેથ સર્ટિફિકેટમાં કરવામાં આવે છે. પરંતુ પૂરતી ટ્રેનિંગના અભાવે આવી નોંધ સર્ટિફિકેટમાં કરવામાં ન આવી હોય તો આ કારણે થયેલા મોતની સંખ્યાનો આંકડો ઓછો આવે છે.
જો ડેથ રજિસ્ટરના માધ્યમથી અધિકૃત આંકડા ન મળે તો અંદાજિત અથવા ઘર દીઠ કરાતા સર્વે દ્વારા નક્કી કરવામાં આવે છે. અમુક દેશોમાં મૃતદેહની અંતિમ ક્રિયાના આંકડાઓને ધ્યાને લેવામાં આવે છે. અમુક સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઓછી આવક ધરાવતા લોકોમાં મૃત્યુ દરનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.વર્તમાનપત્રોમાં અને જાત અભ્યાસના આધારે તેવું તારણ નીકળ્યું હતું કે ભારતમાં કોવિદ -19 ના કારણે થયેલા મોતની જાહેર કરાયેલી સત્તાવાર સંખ્યા કરતા હકીકતે થયેલા મોતનો આંકડો બહુ મોટો છે.

ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી 24 જિલ્લાઓની 54 નગરપાલિકાઓનાં રજિસ્ટરના આધારે કરાયેલા સર્વેમાં જાણવા મળ્યા મુજબ માર્ચ 2020 પછી કોવિદ -19 ના કારણે થયેલા મૃત્યુની સંખ્યા 44568 હતી.જે પૈકી 2020 સુધીમાં થયેલા મૃત્યુની સંખ્યા 31477 હતી . જે 2019ના વર્ષના મૃત્યુની સંખ્યા 25590 કરતાવધુ જોવા મળે છે.તથા 2021 ના એપ્રિલ માસમાં 17882 હતી. જે કોવિદ -19 ની બીજી લહેરને કારણે હતી. જે સંખ્યા અગાઉના બે વર્ષના એપ્રિલ માસના આંકડાઓ કરતા 102 ટકા વધારો દર્શાવે છે.
ઉપરોક્ત આંકડાઓ પૈકી  જાન્યુઆરી થી એપ્રિલ 2021 દરમિયાન થયેલા મોતમાં 50 થી 60 વર્ષ સુધીની ઉંમરના લોકોના મૃત્યુ પ્રમાણમાં164 ટકાનો વધારો જોવા મળ્યો હતો.જયારે 40 થી 50 વર્ષ સુધીની વયના લોકોના મૃત્યુનું પ્રમાણ 152 ટકા વધ્યું હતું.તથા 10 વર્ષથી ઓછી વયના બાળકોના મૃત્યુ દરમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો હતો.તેવું હાર્વર્ડ યુનિવર્સીટીના સંશોધકોના સર્વેના આધારે જાણવા મળે છે.

(9:45 pm IST)