Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અમેરિકાએ અફઘાન લોકો સાથે વિશ્વાસઘાત કર્યો? તાલિબાનોને આપી દીધુ મદદગારોનું ' કિલ લિસ્ટ !

પોતાના નાગરિકો અને પોતાના મદદગારોને બહાર કાઢવા અમેરિકી અધિકારીઓએ લિસ્ટ સોંપ્યાનો અહેવાલ

નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં અમેરિકી અધિકારીઓએ તાલિબાનને તે અફઘાન નાગરિકોને નિશાન બનાવવા માટે 'કિલ લિસ્ટ ' સોપી દીધુ છે જેમણે અમેરિકી દળોને મદદ કરી હતી. એક માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે.

પોલિટીકો અનુસાર, તાલિબાને આ મહિનાની શરૂઆતમાં કાબુલ પર કબજો કર્યા બાદ, અમેરિકી અધિકારીઓએ આતંકવાદી સમૂહને અમેરિકન નાગરિકો, ગ્રીનકાર્ડ ધારકો અને અફઘાન સાથીઓના નામની યાદી સોંપી હતી જેથી તેમને કાબુલના હામિદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લઈ જઈ શકાય. આસપાસના તાલિબાન નિયંત્રિત વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપે.

 

11 સપ્ટેમ્બર, 2001 ના આતંકવાદી હુમલા બાદ યુદ્ધ દરમિયાન અમેરિકી સૈન્ય અને અન્ય પશ્ચિમી દળોને ટેકો આપનારા અફઘાનીઓની તાલિબાની ક્રૂર હત્યા કરી હોવા છતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનની રાજધાનીમાં તાલિબાનોએ દેશ પર કબજો કર્યા બાદ હજારો નાગરિકોને સ્થળાંતર કર્યા બાદ ઉથલપાથલ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.

એરપોર્ટની બહાર બાઈડેન વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા માટે તાલિબાનના વિશ્વાસને કારણે આ પગલું પણ લેવામાં આવ્યું હતું. તાલિબાનના કાબુલ પર કબજો કર્યા પછી, લગભગ એક લાખ લોકોને દેશમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના લોકોને તાલિબાનની અનેક ચોકીઓમાંથી પસાર થવું પડ્યું હતું.

 

પરંતુ તાલિબાનને પસંદ કરેલા નામોને ઉપલબ્ધ કરાવવાથી ધારાસભ્યો અને સેનાના અધિકારીઓ ગુસ્સે થયા છે. એક સંરક્ષણ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, મૂળભૂત રીતે તેઓ તે તમામ અફઘાનને હત્યાની યાદીમાં મૂકવા માગે છે. તે નિરાશાજનક અને દુખદાયક છે. રિપોર્ટ અંગે પૂછવામાં આવતા રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેઓ માનતા નથી કે આવી કોઈ યાદી છે પરંતુ અમેરિકાએ કેટલીક વખત તાલિબાનને આવા નામોની યાદીઓ આપવાનો પણ ઇનકાર કર્યો નથી.

(8:19 pm IST)