Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

પાયલોટને હાર્ટ એટેક આવતાં નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ

બાંગ્લાદેશના વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ

નાગપુર, તા.૨૭ : એક પેસેન્જર પ્લેનને નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જ્યારે મોસ્કોથી ઢાકા જતું વિમાન રાયપુર ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે પાયલોટને બેચેની લાગી અને તેને હાર્ટ એટેક આવ્યો.

સહ-પાયલોટે તરત કોલકાતા એટીસીનો સંપર્ક કર્યો અને પાયલોટની તબિયત બગડી હોવાની માહિતી આપી. જે બાદ વિમાનને નાગપુર એરપોર્ટ પર ઉતરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

સહ-પાયલોટે વિમાનને નાગપુર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું. વિમાનમાં તમામ મુસાફરો પણ સુરક્ષિત છે. પછી વિમાનના પાયલોટને હોસ્પિટલ લઈ જવાયા છે. કો-પાયલોટ અને એટીસીની સમજને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. કો-પાયલોટે યોગ્ય સમયે અને કોલકાતામાં માહિતી આપી હોત અને એટીસીએ વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી આપી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

(7:54 pm IST)