Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

વિમાન તોડી પાડે એવી ૧૫૦ મિસાઈલ્સ તાલિબાન હસ્તક

શસ્ત્ર ભંડાર પર તાલિબાનનો કબજો : અમેરિકન બનાવટની મિસાઈલ્સ પોર્ટેબલ છે, અન્ય આતંકી સંગઠનો પાસે આ મિસાઈલ પહોંચ્યાની શંકા

કાબૂલ, તા.૨૭ : અફઘાનિસ્તામાં થયેલા સત્તા પરિવર્તન બાદ જે રીતે તાલિબાનીઓ પાસે અમેરિકાનો શસ્ત્ર ભંડાર આવી ગયો છે તેનાથી દુનિયાના બીજા દેશો પણ ચિંતિત છે.

રશિયાએ ખાસ કરીને એવી ૧૫૦ મિસાઈલ્સ અંગે ચિંતા વ્યક્ત કરી છે જે વિમાનને તોડી પાડી શકે છે. મિસાઈલ્સ પૈકીની કેટલીક બીજા આતંકી સંગઠનોના હાથમાં પણ પહોંચી ગઈ હોવાની રશિયાને આશંકા છે. અમેરિકન બનાવટની મિસાઈલ્સ પોર્ટેબલ છે અને તેને આસાનીથી લોન્ચ કરી શકાય છે.

રશિયાની ફેડરલ સર્વિસ ઓફ મિલિટરી એન્ડ ટેકનિકલ કો ઓપરેશનના ડાયરેક્ટર દિમિત્રી શુગેવનુ કહેવુ છે કે, અમેરિકન સેના અફઘાનિસ્તાનમાં ૧૫૦ જેટલી મિસાઈલ્સ છોડી ગઈ છે. મિસાઈલ્સ કોની પાસે છે તેની કોઈને ખબર નથી. તેઓ મિસાઈલ્સનો ઉપયોગ યુરોપ, અમેરિકા, ભારત સહિત દુનિયાના કોઈ પણ દેશમાં કરી શકે છે.

પહેલા રશિયા તાલિબાનના કબ્જામાં આવી ગયેલા હથિયારોને લઈને ચિંતા જાહેર કરી ચુકયુ છે. રશિયાએ તો એવુ પણ કહ્યુ છે કે, તાલિબાન પાસે ૧૦૦ કરતા વધારે પોર્ટેબલ એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ છે.

(7:52 pm IST)