Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ચૂંટણીમાં તાલિબાન તાલિબાન કરશે પણ તાલિબાનનો સાથ આપવો કે નહી, સરકાર જવાબ આપતા ગભરાઈ છે : ઔવેસી

પીએમ મોદીએ નેતાઓને ભેટવાની નીતિમાંથી બહાર આવીને નવી વિદેશ નીતિ ઘડવાની જરૂર

નવી દિલ્હી :AIMIMના અધ્યક્ષ તેમજ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તાલિબાનને ભારત માટે મોટી પરેશાની ગણાવ્યુ છે અને સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે.

ઓવૈસીએ એક ટીવી ચેનલને મુલાકાતમાં કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં આજે જે પણ થઈ રહ્યુ છે તેનાથી લાંબા ગાળે ભારતને નુકસાન થશે.હવે તો જૈશ એ મહોમ્મદ પણ ત્યાં એક્ટિવ છે. હું તો 2013થી સરકારને ચેતવણી આપી રહ્યો છું. તાલિબાન સાથે સંવાદ અને રાજકીય સબંધ એ બંને અલગ વાત છે. આજે ચીન આપણી જમીન પર નજર રાખીને બેઠુ છે તો આપણે ચીન સાથે રાજકીય સબંધ ખતમ તો નથી કરી દીધા. પાકિસ્તાન અને ભારત એમ બંને દેશોએ હજી સુધી તાલિબાન પર પ્રતિબંધ મુક્યો નથી. તાલિબાન પર સરકારની વેઈટ અને વોચની નીતિ યોગ્ય નથી.ભારત સરકાર તો એમ્બેસીમાં પોતાના હથિયારો પણ છોડી આવી છે.

ઓવૈસીએ કહ્યુ હતુ કે, કાબુલ પર થયેલો આત્મઘાતી હુમલો દુખદ છે અને ચિંતાની વાત છે. પીએમ મોદીએ હવે નેતાઓને ભેટવાની નીતિમાંથી બહાર આવીને નવી વિદેશ નીતિ ઘડવાની જરૂર નથી. સરકાર તાલિબાનના ખતરાને સમજે એ બહુ જરૂરી છે. હવે અલકાયદા તેમજ ઈસ્લામિક સ્ટેટ ઈરાક અને સિરિયાની જગ્યાએ અફઘાનિસ્તાનમાં પોતાના આતંકીઓની ભરતી સેન્ટર ખોલશે.

તેમણે કહ્યુ હતુ કે, ભારત પોતાની ઘરઆંગણાની નીતિ અને વિદેશની નીતિને અલગ અલગ નથી રાખતુ અને તેના કારણે આપણી વિદેશી નીતિ ફેલ જઈ રહી છે. હવે પછીની ચૂંટણીમાં ભાજપ તાલિબાન તાલિબાન કરશે પણ પહેલા નિર્ણય કરવો પડશે કે તાલિબાનનો સાથ આપવો છે કે નહી, સરકાર જવાબ આપતા ગભરાઈ રહી છે.

(7:52 pm IST)