Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કિશ્તવાડમાંથી હિઝબુલના બે આતંકવાદીઓ ઝડપાયા

જમ્મુના કિશ્તવાડ પોલીસની કાર્યવાહી : આતંકીઓ પાસેથી ૧ પિસ્તલ, ૧ મેગઝીન, ૨૦ રાઉન્ડ, ૧ ગ્રેનેડ, વાયરલેસ સેટ અને હિઝબુલના લેટર હેડ મળ્યા

શ્રીનગર, તા.૨૭ : જમ્મુના કિશ્તવાડમાંથી હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓની ધરપકડ કરાઈ છે. બંને આતંકી કાશ્મીર ખીણના અનંતનાગમાં સક્રિય હિજબુલના આતંકીઓના સંપર્કમાં હતા. કિશ્તવાડ જિલ્લામાં સેનાના ઠેકાણાની જાણકારી હિજબુલ સુધી પહોંચાડી રહ્યા હતા. બંને આતંકીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આતંકવાદીઓની ઓળખ અશફાક કયૂમ અને તૌસીફ ગિરી તરીકે થઈ છે. આતંકવાદીઓ પાસેથી પિસ્તલ, પિસ્તલની મેગઝીન, પિસ્તલના ૨૦ રાઉન્ડ, ગ્રેનેડ, વાયરલેસ સેટ અને હિઝબુલના લેટર હેડ મળ્યા છે.

અધિકારીઓએ જણાવ્યુ કે ચતરૂ પોલીસ સ્ટેશનમાં માહિતી મળી હતી કે બે યુવક કાશ્મીરના અનંતનાગમાં હિજ્બુલ મુઝાહિદ્દીનના આતંકીઓના સંપર્કમાં હતા. બંને યુવક સેનાથી સંબંધિત જાણકારી આતંકવાદીઓને આપી રહ્યા હતા અને ચતરૂ પોલીસ થાણા અંતર્ગત વિસ્તારમાં આતંકી ઘટનામાં અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. માહિતી મળ્યા બાદ ચતરૂ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો અને જે બાદ તપાસ અભિયાન ચલાવીને બંને આતંકીઓની ધરપકડ કરાઈ.

અગાઉ જમ્મુ-કાશ્મીરમાં હત્યા અને દુષ્કર્મ સહિત કેટલાક કેસમા એક આરોપીની પોલીસે મંગળવારે ધરપકડ કરી જેની શોધખોળ પોલીસને વર્ષથી હતી. મોહમ્મદ મુશ્તાક ઉર્ફ ગોંગી મરાલિયન મીરાન સાહિબના નિવાસી છે અને ખોર પોલીસ સ્ટેશનની એક ટીમે જમ્મુના બાહરી વિસ્તારથી તેની ધરપકડ કરી. મુશ્તાક કુખ્યાત અપરાધી છે. જમ્મુ, સામ્બા, કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ નવ એફઆઈઆર નોંધાઈ છે.

(7:49 pm IST)