Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

એપલમાં સર્ચ રાખવા ગૂગલ ૧૫ બિલિયન ડોલર ચૂકવશે

બર્નસ્ટીનના એનાલિસ્ટએ જાણકારી આપી : ગત વર્ષે ગૂગલે ૧૦ બિલિયન ડોલર આપ્યા, આઈફોન, મૈક અને આઈપેડમાં સર્ચ એન્જિન તરીકે ગૂગલને રાખે છે

નવી દિલ્હી, તા.૨૭ : શું તમને ખબર છે કે, ગૂગલ એપલને તેના ડિવાઈસમાં ગૂગલ સર્ચને ડિફોલ્ટ તરીકે રાખવા માટે કરોડો રૂપિયા આપે છે? દર વર્ષે કોન્ટ્રાક્ટ અંતર્ગત ગૂગલ એપલને પૈસા આપે છે. બર્નસ્ટીનના એનાલિસ્ટના હવાલા પ્રમાણે ગૂગલ ૨૦૨૧ના વર્ષ માટે એપલ કંપનીને ૧૫ બિલિયન ડોલર આપી શકે છે. ગત વર્ષે એટલે કે, ૨૦૨૦ના વર્ષમાં ગૂગલે કંપનીને ૧૦ બિલિયન ડોલર આપ્યા હતા. મતલબ કે વર્ષે ચાર્જ બિલિયન ડોલર જેટલો વધારી દેવામાં આવ્યો છે. ગૂગલ એપલને પૈસા શા માટે આપે છે? ઉલ્લેખનીય છે કે, એપલ વિશ્વની ટોપ મોબાઈલ કંપની છે. તેવામાં કોન્ટ્રાક્ટ અંતર્ગત એપલ પોતાના પ્રત્યેક ડિવાઈસ જેવા કે- આઈફોન, મૈક અને આઈપેડમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલને રાખે છે. જો તમે એપલના ડિવાઈસમાં સફારી બ્રાઉઝરનો પણ ઉપયોગ કરો અને ત્યાં કશું સર્ચ કરો તો તે ગૂગલ સર્ચ હોય છે. એવું એટલા માટે કે, માટે ગૂગલ એપલને કરોડો-અબજો રૂપિયા આપે છે. એક અનુમાન પ્રમાણે ૨૦૨૧ માટે એપલે પોતાનો ચાર્જ વધારી દીધો છે અને હવે તે ૧૫ બિલિયન ડોલર થઈ ચુક્યો છે. એવું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે કે, આગળ જતાં તે ૧૮થી ૨૦ બિલિયન ડોલર સુધી થઈ જશે. જોકે કારણે એપલ કંપનીની ટીકા પણ થઈ રહી છે. ટીકા એટલા માટે કે કંપની પ્રાઈવેસીને લઈ મોટા દાવાઓ કરે છે તેવામાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલને રાખવાથી પ્રાઈવેસી પર આંચ તો આવે છે.

પ્રકારની ટીકાને લઈ એપલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ગૂગલ સૌથી વધારે પોપ્યુલર સર્ચ એન્જિન છે અને અમે ગૂગલને સપોર્ટ કરીએ છીએ પરંતુ અમારા પાસે ડક ડક ગો માટે પણ બિલ્ટ ઈન સપોર્ટ છે. ડક ડક ગો એક સર્ચ એન્જિન છે જે ખૂબ સિક્યોર અને પ્રાઈવેટ ગણાય છે. ડીલના કારણે એપલ અને ગૂગલ બંનેને ફાયદો થાય છે. એપલને ગૂગલ તરફથી મોટી રકમ મળે છે અને ગૂગલને તેના દ્વારા વધારે યુઝર્સ મળે છે. વધુ યુઝર્સ મતલબ વધારે એડ અને યુઝર ડેટા જેના દ્વારા કંપની ખૂબ પૈસા કમાય છે.

(7:48 pm IST)