Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સાચું હોય તો હદ થઈ ગઈ ! અફઘાનિસ્તાનમાં રહેલા અમેરિકન નાગરિકોની સુરક્ષા માટે તેમનું લીસ્ટ બાયડન તંત્રે તાલિબાનોને સુપ્રત કર્યું : આરતી ટીફૂ

છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકનોની હત્યા કરી રહેલ આતંકી તાલિબાની ગ્રુપ ઉપર અમેરિકાનું બાયડન વહીવટીતંત્ર વિશ્વાસ મૂકી રહ્યું છે અને તેમની રક્ષા કરવા કરગરી રહ્યું છે. બાયડન વહીવટીતંત્રે અફઘાનિસ્તાનમાં રહેલ અમેરિકી નાગરિકોનું લિસ્ટ તાલિબાનોને સોંપ્યું છે. આ એ જ તાલિબાનો છે જેમના આતંકી સહયોગી ગ્રુપ "આઈએસઆઈએસ ખોરાસાન ગ્રુપે" કાબુલમાં ગઈકાલે બૉમ્બમારો કર્યો હતો, જેમાં ૧૦૦થી વધુ અફઘાન નાગરિકો અને અમેરિકન સૈનિકોની હત્યા થઈ હતી.

ધ ન્યુ ઈન્ડિયનના ફાઉન્ડર એડિટર આરતી ટીકુએ તેમના ટ્વિટર એકાઉન્ટ ઉપર લખ્યું છે કે અમેરિકાની સ્થિતિ અત્યારે જોકર જેવી થઈ ગઈ છે.

(7:37 pm IST)