Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કરાચીમાં કેમિકલ ફેક્ટરિમાં ભિષણ આગ ભભૂકી :એક જ પરિવારના 4 સભ્યો સહીત 15 લોકો ભડથું : 25 લોકો હજું ફસાયેલા

આગ પર કાબૂ મેળવવાની સાથે મૃતદેહોને પણ બહાર કાઢવા કામગીરી : મૃતકોની સંખ્યા વધવાની આશંકા

પાકિસ્તાનના કરાચીમાં આવેલ મેહરાન વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે. જેમા ઓછામાં ઓછા 15 લોકો જીવતા સળગી ગયા હોવાનું સામે આવ્યું છે. આગ પર કાબૂ મેળવવાની સાથે મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. સાથે જ એવી માહિતી પણ સામે આવી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. 

સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 15 લોકોના શબ બહાર કાઢવામાં આવ્યા છે. ફેક્ટરીની અંદર બીજા 25 લોકો હજુ ફસાયા હોવાની આશંકા છે. ફેક્ટરીમાં રાહત કાર્યોના કામ શરૂ કરી દેવામાં આવ્યા છે. 

પ્રત્યક્ષદર્શિઓનું કહેવું છે કે સવારે 10 વાગ્યે આગ લાગી હતી. ફાયરબ્રિગેડને પહોચતા મોડું થયું જેના કારણે વધારે સંખ્યામાં લોકો મોત થયા છે. બચાવ કાર્યમાં જોડાયેલા અધિકારીઓને ધુમડાના ગોટાને કારણે ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે આ અકસ્માતની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 15 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટી થઈ છે. જેમા 4 મૃતકો એકજ પરિવારના હોવાનું સામે આવ્યું છે. જેથી તે પરિવારના માતે હાલમાં આભ તૂટી પડ્યું છે. મૃતદેહોને નજીકમાં આવેલ જિન્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે આ અકસ્માતમાં બચાવ કાર્યોમાં જોડાયેલા લોકો પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. 

(6:58 pm IST)