Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

મેં કોમ્‍પીટીશન દરમિયાન રીંગમાં પ્રવેશ કરતી વખતે ક્‍યારેય અંડરવેર પહેરી ન હતી, મને અંડરવેર પહેરવી પસંત નથીઃ ડબલ્‍યુડબલ્‍યુએફની પૂર્વ મહિલા રેસલર ચેલ્‍સી ગ્રીનનો ખુલાસો

2020માં ચેલ્‍સી ગ્રીને 3 વર્ષના કરાર કર્યા હતા ત્‍યારબાદ 2023માં તેમને કરારમાંથી મુક્‍ત કરાશે

નવી દિલ્હી: WWE ની પૂર્વ મહિલા રેસલર ચેલ્સી ગ્રીને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચેલ્સીએ જણાવ્યું હતું કે કોમ્પિટિશન દરમિયાન રિંગમાં પ્રવેશ કરતી વખતે તેણે ક્યારેય અન્ડરવેર પહેરી ન હતી. આ મહિલા ખેલાડી 2018 થી 2020 સુધી WWE નો ભાગ રહી છે.

'અન્ડરવેર પહેરવી પસંદ નથી'

30 વર્ષીય ચેલ્સી ગ્રીને જુલાઈ 2021 માં ઈમ્પેક્ટ રેસલિંગમાં પગ મૂક્યો હતો. તેણે 'ઇ રેસ્લિંગ ન્યુઝ' વેબસાઇટને કહ્યું કે તેણે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન ક્યારેય અન્ડરવેર પહેરી નથી અને આજે પણ તે રોજિંદા જીવનમાં આવું જ કરે છે.

'ભલે તમે કેસ દાખલ કરો તો પણ હું નહીં કરું'

ચેલ્સી ગ્રીને કહ્યું, 'તમારે મારા વિશે એક વાત જાણવી જોઈએ કે હું અન્ડરવેર નથી પહેરતી. મને તેની પરવા નથી કે તે રેસલિંગ ગિયર, વર્કઆઉટ ગિયર, જિન્સ કે ડ્રેસ હોય, મને અન્ડરવેર પસંદ નથી, પછી ભલે તમે મારી સામે કેસ દાખલ કરો.

'નજીકના લોકોને આ વાતની જાણ'

ચેલ્સી ગ્રીને કહ્યું, 'હું પવનને અનુભવવા માંગુ છું, હું હંમેશા આ રીતે રહી છું, મારા મિત્રો આ વાત જાણે છે, મારો પરિવાર આ જાણે છે, મંગેતર મેથ્યુ કારડોના જાણે છે અને લોકર રૂમ પણ આ જાણે છે.

જ્યારે તૂટી ગયું હતું ચેલ્સીનું કાંડુ

ચેલ્સી ગ્રીને નવેમ્બર 2020 માં WWE સાથે 3 વર્ષના કરાર પર સાઈન કરી હતી, પરંતુ બધું તેના પ્લાન મુબજ થયું નહીં. ચેલ્સીએ એક મેચ દરમિયાન તેનું કાંડુ તોડી નાખ્યું હતું. જે બાદ તેને સાઇડલાઇન કરવામાં આવી હતી. એપ્રિલ 2020 માં ડબ્લ્યુડબ્લ્યુઇએ પુષ્ટિ કરી કે ચેલ્સીને કરારમાંથી મુક્ત કરવામાં આવી હતી.

(5:20 pm IST)