Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રિલાયન્સ લાઇફ સાયન્સેજને કોરોના વેક્સીન ' આવેક્સીન' ના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી

રિલાયન્સ લાઇફ સાઇન્સેજની અરજી પર એસઇસીની બેઠકમાં લેવાયો નિર્ણય

મુંબઈ : મુકેશ અંબાણીના સ્વામિત્વ ધરાવતા રિલાયન્સ જૂથે હવે કોરોના વાયરસથી બચવા માટે વેક્સીન નિર્માણની દિશામાં પગલા ભર્યા છે. મુકેશ અંબાણીના નેતૃત્વ ધરાવતી રિલાયન્સ લાઇફ સાઇન્સેજે કોરોનાથી બચવા માટે બે ડોઝ ધરાવતી વેક્સીન વિકસિત કરી છે. રિલાયન્સ લાઇફ સાઇન્સેજે આવેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ માટે અરજી કરી હતી.

ભારતના દવા નિયામક પ્રાધિકરણે રિલાયન્સ લાઇફ સાઇન્સેજની ડબલ ડોઝની વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. રિલાયન્સ લાઇફ સાઇન્સેજની કોરોના વેક્સીનને ફર્સ્ટ ફેઝના ક્લીનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવાના નિર્ણય એસઇસીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. રિલાયન્સ લાઇફ સાઇન્સેજની અરજી પર એસઇસીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એસઇસીની બેઠકમાં રિલાયન્સ લાઇફ સાઇન્સેજના અરજીની સમીક્ષા કરવામાં આવી હતી જે બાદ તેને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે વેક્સીનના પ્રથમ ફેઝ ક્લીનિકલ ટ્રાયલના ઉદ્દેશ્ય મેક્સિમમ ટૉલરેટેડ ડોઝ (એમટીડી) નિર્ધારિત કરવા માટે વેક્સીનની સુરક્ષા, સહનશીલતા, ફાર્મા કોકાઇનેટિક્સ અને દવાઓની ક્રિયાના મેકેનિજમ પર સાચી જાણકારી પ્રાપ્ત કરવાની હોય છે.

મહત્વપૂર્ણ છે કે દેશમાં કોરોનાની છ વેક્સીનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળેલી છે. જેમાં સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સીન, રશિયાની સ્પૂતનિક વી અને અમેરિકાની મૉર્ડના, જૉનસન એન્ડ જૉનસન, ઝાયડસ કેડિલાની વેક્સીન સામેલ છે. દેશમાં વેક્સીનેશનલની ઝડપ વધારવાનો પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે.

(4:52 pm IST)