Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

પોતાની જ વહુને લઇને ભાગ્યો સસરોઃ બાળક પેદા કરી પરત આવ્યાં

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં એટલી તાકાત હોય છે કે પ્રેમીઓને કોઇ રોકી શકતું નથી પરંતુ વહુ અને સસરાનો પ્રેમ?

લખનૌ, તા.૨૭: ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં એક સસરાને પોતાની જ વહુ સાથે પ્રેમ થઇ ગયો અને વહુને લઇને ભાગી ગયો બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. વહુ અને સસરાને એક પુત્ર પણ થયો અને તેને લઇને તેઓ દ્યરે આવ્યાં હતા.

મહિલાએ પોતાના પૂર્વ પતિ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પંચાયત બોલાવવામાં આવી હતી અને નિર્ણય સસરા અને વહુના પક્ષમાં જ થયો હતો. મહિલાએ પોતાની મરજીથી વહુ સાથે લગ્ન કર્યા હતા.

૪૫ વર્ષના દેવાનંદની પત્નીની ૨૦૧૫માં મોત થઇ ગઇ હતી, તે સમયે દેવાનંદની ઉંમર ૩૯ વર્ષની હતી. દેવાનંદને તેના પરિવારના લોકોએ સલાહ આપી કે બીજા લગ્ન કરી લેવા જોઇએ પરંતુ દેવાનંદે તે સમયે પોતાના ૧૫ વર્ષીય દિકરાના લગ્ન કરાવી દીધા હતા. સુમિત અને તેની પત્ની વચ્ચે ઝદ્યડા થવા લાગ્યા અને વહુ સસરાની વધુ નજીક આવતી ગઇ.

પિતા દેવાનંદે ૨૦૧૭માં એવુ પગલુ ઉઠાવ્યું કે જેને જાણીને લોકોના હોશ ઉડી ગયા હતા. દેવાનંદે સુમિતની પત્ની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. બંને અલગ જિલ્લામાં જઇને રહેવા લાગ્યા અને બંનેનો એક દિકરો પણ જન્મ્યો જેની ઉંમર અત્યારે ૧ વર્ષ છે. દેવાનંદ અલગ રહેવા ગયો પરંતુ તેમ છતાં પોતાના દિકરાની જવાબદારી પણ ઉઠાવતો રહ્યો હતો.

સુમિતને દારૂ અને જુગારની લત હતી જે પિતા દ્વારા પૂરી થઇ જતી હતી પરંતુ થોડા સમયથી દેવાનંદે પોતાના દિકરાને પૈસા આપવાના બંધ કરી દીધા હતા. જે બાદ સુમિતે પોતાની પત્ની ગાયબ છે તેવી ફરિયાદ નોંધાવી હતી.

આ વાત આગળ વધી ત્યારે દેવાનંદ અને સુમિતને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ત્યારે બંને વચ્ચે ખુબ વિવાદ થયો હતો. જયારે સુમિતની પત્નીને પુછવામાં આવ્યુ તો તેણે કહ્યું કે સસરા સાથે જ રહેશે કારણકે સસરા જ તેના પતિ છે. સસરા સાથે તેણે કોર્ટ મેરેજ કરી લીધા છે.  

વિવાહના સમયે સુમિતની ઉંમર ૨૧ વર્ષની નહોતી માટે તેના વિવાદને બાળવિવાહ ગણવામાં આવ્યા હતા. માટે લગ્નના કોઇ દસ્તાવેજ પણ હતા નહી માટે આ મામલામાં સુમિતની કોઇ મદદ થઇ શકી નહી.

(3:35 pm IST)