Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

મુંબઇના જૈન સંઘોમાં ઇતિહાસ રચાયોઃ ૪ સંઘોમાં ૪૩૬ માસ ક્ષમણ તપની આરાધના

આ. પૂ. રાજરત્નસૂરિશ્વરજી મ.સા.ના સાનિધ્યમાં : પૂ.શ્રીના મુંબઇમાં છેલ્લા પાંચ ચાતુર્માસમાં ૧ર૦૮ માસક્ષમણની તપર્શ્ચયાઃ રવિવારે પારણા સમારોહ

મુંબઇ તા. ર૭ :.. આ વર્ષના સમગ્ર ભારતભરના સૌથી વધુ 'રેકોર્ડબ્રેક' ૪૩૬ માસક્ષમણ-મૃત્યુંજય મહાતપ મુંબઇના માત્ર ચાર જૈન સંઘોના તપસ્વીઓ કરતા સમગ્ર જૈન સમાજમાં આ માસક્ષમણો પ્રત્યે અહોભાવનો જબરજસ્ત માહોલ સર્જાયો છે. જૈન ધર્મમાં તપનો મહિમા અપાર હોવાથી આરાધકો તપ તો કરતા હોય છે, પરંતુ અન્નના એકપણ કણ કે કોઇ પણ પ્રકારના ખોરાક વિનાના સળંગ ત્રીસ-ત્રીસ નકોરડા ઉપવાસનો છે. પ્રૌઢ પ્રભાવશાળી દિવંગત જૈનાચાર્ય ધર્મ-સૂર્યોદય સૂરીશ્વરજી મહારાજના 'ધર્મસામ્રાજયના યશસ્વી સંવાહક શાસન શણાગર પરમ ગુરૂકૃપા વિહાન આચાર્યવર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજ અને એમના શિષ્યવૃંદની પ્રેરણાથી મુંબઇના (૧) બોરીવલી-જામલીગલી સંઘ (ર) કાંદિવલી મહાવીરનગર સંઘ (૩) બોરીવલી-કાર્ટર રોડ સંઘ અને (૪) કાંદિવલી ઇરાની વાડીના જૈન સંઘમાં માસ ક્ષમણોના વિરાટ સંખ્યક તપસ્વીએ એકસ્વર્ણિમ ઇતિહાસ સર્જયો છે. મુંબઇના સાત સૌથી વધુ જૈન સંઘોના ઇતિહાસમાં એક સાથે ચારસો છત્રીસ માસ-ક્ષમણો એક જ સમુદાયના ગુરૂભગવંતોની નિશ્રામાં આ સર્વપ્રથમ છે. એમાં એકમાત્ર જામલી ગલી સંઘમાં બસો દસ માસક્ષણો થઇ રહ્યા છે.

આ વિરાટ સમુહ માસ ક્ષમોના પ્રણેતા આચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજ આદિના સાન્નિધ્યમાં છેલ્લા પાંચ ચાતુર્માસમાં મુંબઇમાં કુલ બારસો આઠ માસ ક્ષમણ થયા છે. તેમાં આ ચાતુર્માસમાંમુંબઇમાં કુલ બારસો આઠ માસ ક્ષમણ થયા છે. તેમાં આ ચાતુર્માસમાં સૌથી અધિક માસ ક્ષમણો થયા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આચાર્ય પરિણામ છે.' આ માસ ક્ષમણ મહાયજ્ઞમાં (૧) બોરીવલી-જામલી ગલીમાં સંઘમાં જૈનાચાર્ય તથા યુવાચાર્ય રશ્વિરત્નસૂરીશ્વરજીમ. (ર) કાંદિવલી-મહાવીરનગર સંઘમાં પંન્યાસ આગમરત્નવિજયજી ગણીવર (૩) બોરીવલી કાર્ટર રોડ સંઘમાં પંન્યાસ ધર્મરત્નવિજયજી ગણીવર અને (૪) કાંદિવાલી-ઇરાની વાડી સંઘમાં પંન્યાસ અક્ષયરત્નવિજયજી ગણીવર ચાતુર્માસનિશ્રા આપવા ઉપરાંત તપસ્વીઓને પ્રબળ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ચારેય સંઘોમાં તા. ર૬ મીએ 'તપોવંદના' સમારોહ, તા. ર૭ મીએ સુવર્ણમુદાઓ અને સન્માન પત્રથી બાદશાહી બહુમાન સમારોહ તા. ર૮ મી એ ભવ્ય વરઘોડો તથા અંતિમ પચ્ચકખાણ પુંજણું થશે. તે પછી તા. ર૯ રવિવારે તમામ તપસ્વીઓનો ભવ્યાતિભવ્ય પારણાં સમારોહ યોજાશે.

(3:34 pm IST)