Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કાલે જયાં મોતનું તાંડવ રચાયેલ ત્યાં આજે જીવન માટે અફઘાનીઓનો જંગ

સીરીયલ બ્લાસ્ટ પછી આજે કાબુલ એરપોર્ટ દેશ છોડવા લોકો ઉમટયા

કાબુલ, તા. ર૭ :  અફઘાનીસ્તાનમાં તાલીબાન રાજ આવ્યા બાદ સ્થિતિ તનાવ પૂર્ણ છે. ગઇકાલે રાજધાની કાબુલમાં સીરીયલ બ્લાસ્ટ થયેલ, જેમાં ૧૦૦ થી વધુ લોકોએ જીવન ગુમાવ્યા હતા. તેમ છતાં આજે શુક્રવારે સવારથી જ લોકો પોતાનો જીવ જોખમમાં નાખી કાબુલ એરપોર્ટ બહાર ઉમટયા હતા. એવી પણ આશંકા છે કે આઇએસઆઇએસ ફરી બોંબ ધડાકા કરી શકે છે. લોકો પોતાના વારાની રાહ જોઇ રહ્યા છે. તસ્વીરો જોઇને વિચાર આવે કે ડર વચ્ચે પણ લોકો જીવ બચાવવા મરણીયા બની રહ્યા છે.

(3:32 pm IST)