Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને એક વર્ષ બાદ પણ થાક અને શ્વાસની સમસ્યા : નવો રિપોર્ટ

વુહાનમાં કોરોના મહામારીના કારણે એડમિટ કરાયેલા લગભગ ૧૩૦૦ લોકો પર સર્વે કરાયો

નવી દિલ્હી : એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો કોરાનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમને એક વર્ષ બાદ પણ થાક અને શ્વાસની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચીનના શહેર વુહાનમાં કોરોના મહામારીના કારણે એડમિટ કરાયેલા લગભગ ૧૩૦૦ લોકો પર સર્વે કરાયો છે. વુહાન આ મહામારીથી પ્રભાવિત થનારું પહેલું શહેર છે. દુનિયાના ૨.૧૪ કરોડ લોતોને અહીંથી નીકળેલા વાયરસે સંક્રમિત કર્યા છે, જેમાંથી ૪૦ લાખ જેટલા લોકોના મોત થયા છે.

 એક ચીની અધ્યયનમાં જાણવા મળ્યું છે કે એક વર્ષ બાદ પણ દર્દીને થાક અને શ્વાસની તકલીફ રહે છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બ્રિટિશ મેડિકલ જર્નલ દ લેસેંટ ફ્રાઈડેમાં એક સ્ટડીમાં કહેવાયું છે કે કોરોના બાદ હોસ્પિટલથી રજા મેળવેલા અડધાથી વધારે દર્દીને એક લક્ષણની તકલીફ જોવા મળી રહી છે. એક વર્ષ બાદ પણ થાક લાગવાની સાથે માંસપેશીઓમાં નબળાઈની સમસ્યા જોવા મળે છે

અન્ય એક શોધ લોન્ગ કોવિડને લઈને કરાઈ તેમાં કહેવાયું છે કે ડાયગ્નોસિસના એક વર્ષ બાદ પણ ૩માંથી ૧ રોગીને શ્વાસની તકલીફ જોવા મળી હતી. સ્ટડી રિપોર્ટના આધારે ગંભીર રીતે બીમારી રોગીમાં આ સંખ્યા વધારે જોવા મળી છે.  લેસેંટના રિપોર્ટમાં કહેવાયું છે કે કોઈ પણ સિદ્ધ ઉપચાર કે પુનર્વાસ માર્ગદર્શનના લાંબા સમય સુધી કોરોના લોકોના સામાન્ય જીવનને ફરીથી શરૂ કરવા અને કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. તેમાં કહેવાયું છે કે અનેક રોગીઓને કોરોનાથી સાજા થવામાં ૧ વર્ષથી વધારે સમય લાગે છે. 

(3:31 pm IST)