Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રેલવેએ બદલ્યા ટિકિટ બુકિંગનાં નિયમઃ મોબાઈલ અને ઈ-મેલ વેરિફિકેશન ફરજીયાત

નવી દિલ્હીઃ તા.૨૭:  જો તમે લાંબા સમયથી ટ્રેન ટિકિટ બુક નથી કરી તો બની શકે છે કે IRCTCના નવા નિયમો વિશે તમને ખબર ન હોય. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ને ઓનલાઈન ટિકિટને લઈને અમુક નવા નિયમો લાગુ કર્યા છે. IRCTCએ યાત્રીઓને કહ્યું છે કે આ વાત ધ્યાનમાં રાખી લો કે તમારુ વેરિફિરેશન પ્રોસેસ પુરી થઈ ગઈ હોય. જેમાં ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર પણ શામેલ છે.

વેરિફિકેશનની આ પ્રક્રિયા પુરી થયા બાદ જ કોઈ યાત્રી ટિકિટ બુક કરી શકશે. જોકે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને ૧ મિનિટની અંદર પુરી પણ થઈ જશે. તમે તેને ઘરે બેઠા આરામથી કરી શકો છો. જોકે નિયમિત ટિકિટ બુક કરનાર યાત્રીઓને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ભારતીય રેલવેએ IRCTC હેઠળ ઓનલાઈન ટિકિટ આપવામાં આવે છે. ટિકિટ માટે યાત્રી આ પોર્ટલ પર ઓનલાઈન અને પાસવર્ડ બનાવે છે. અને પછી ઓનલાઈન બુકિંગનો લાભ ઉઠાવે છે. લોગઈન પાસવર્ડ બનાવવા માટે ઈમેલ અને ફોન નંબરની જાણકારી આપવાની રહે છે. એટલે કે તમે ઈમેલ અને ફોન નંબર વેરીફાઈ થતાની સાથે જ ટિકિટ બુક કરી શકો છો.

(3:30 pm IST)