Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

વકીલો દ્વારા પાડવામાં આવતી હડતાલ અને કોર્ટના બહિષ્કારને રોકવા માટે નિયમો ઘડાશે : તમામ રાજ્યોની બાર કાઉન્સિલની મિટિંગ બોલાવી સર્વમાન્ય નિયમો નક્કી કરાશે : બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુઆત

 ન્યુદિલ્હી : બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( બીસીઆઇ ) એ આજરોજ શુક્રવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે તે વકીલો ની હડતાલ અને કોર્ટના બહિષ્કારને રોકવા માટે નિયમો ઘડવાનો અને ઉલ્લંઘન કરનારા બાર એસોસિએશનો અને સોશિયલ મીડિયા દ્વારા આવી હડતાલને પ્રોત્સાહન આપનારા વકીલો સામે પગલાં લેવાની દરખાસ્ત કરી રહી છે.

બીસીઆઇ ચેરમેન સિનિયર એડવોકેટ મનન કુમાર મિશારે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને એમઆર શાહની બેન્ચને કહ્યું હતું કે તેણે આ બાબતે તમામ રાજ્યોની બાર કાઉન્સિલની મિટિંગ બોલાવી છે.જેમાં અમે હડતાલ અને બહિષ્કારને રોકવા માટે નિયમો ઘડવાનો પ્રસ્તાવ રાખ્યો છે . અને યોગ્ય કારણ વિના હડતાલ પર ઉતરતા બાર એસોસિએશનના સભ્યોને શિક્ષા કરવા માટે નિયમો તૈયાર કર્યા છે.

આ અગાઉ સુઓમોટો કેસની સુનાવણી વખતે ખંડપીઠે વકીલોની હડતાલ મુદ્દે યોગ્ય કરવા માટે બીસીઆઈ અધ્યક્ષની મદદ માંગી હતી. જેના અનુસંધાને બીસીઆઈ દ્વારા લેવામાં આવેલા સ્ટેન્ડની પ્રશંસા કરતા બેન્ચે સુઓમોટો કેસની વધુ સુનાવણી સ્થગિત કરી દીધી છે .

શ્રી મનન કુમાર મિશ્રા જે BCI ના ચેરપર્સન પણ છે તેમણે રજૂઆત કરી હતી રોગચાળો શરૂ થવાને કારણે અગાઉના નિર્દેશોનું પાલન કરવામાં વિલંબ થયો છે. BCI દ્વારા તમામ બાર કાઉન્સિલ સાથે બેઠક બોલાવવામાં આવી છે. તેમજ વકીલોની હડતાલનું પ્રમાણ ઘટાડવા માટે નિયમો બનાવવાનો પ્રસ્તાવ કર્યો છે . તથા નિયમોનું ઉલ્લંઘન કરનાર બાર એસોસિએશન સામે કાર્યવાહીનો પ્રસ્તાવ મૂક્યો છે . ઉપરાંત સોશિયલ મીડિયા પર હડતાલને પ્રોત્સાહન આપનારા વકીલો સામે કાર્યવાહીનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:21 pm IST)