Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સિદ્ધુના સલાહકાર માલવિંદર સિંહ માલીએ પદ પરથી રાજીનામું આપ્યું

વિવાદી નિવેદન બાદ ભેરવાયા હતા : પ્રભારી હરીશ રાવતે સિદ્ધુને તેમના સલાહકારોને દૂર કરવા કહ્યું હતું.

નવી દિલ્હી : પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર માલવિંદર સિંહ માલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સલાહકારનું પદ સંભાળ્યા બાદ માલવિંદર સિંહ માલી દ્વારા આવા અનેક નિવેદનો આપવામાં આવ્યા હતા, જેનાથી હંગામો મચી ગયો હતો. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે નવજોત સિંહ સિદ્ધુને તેમના સલાહકારોને દૂર કરવા કહ્યું હતું.

માલવિંદર સિંહ માલીએ પોતાના રાજીનામામાં કહ્યું છે કે હું સંપૂર્ણ રીતે માનું છું કે જમ્મુ -કાશ્મીર ભારતનો એક ભાગ છે, પરંતુ કલમ 370 અને 35 A અંગે હું માનું છું કે જે રીતે તેમને દૂર કરવામાં આવ્યા તે બંધારણનું ઉલ્લંઘન છે. નવજોત સિંહ સિદ્ધુના પૂર્વ સલાહકારે કહ્યું કે ભારતનું બંધારણ પણ તેમને અલગ અભિપ્રાય રાખવાનો અધિકાર આપે છે. હું તે તમામ અરજીઓને ટેકો આપું છું, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા હતા. નવજોત સિંહ સિદ્ધુએ તેના કાર્યકારી પ્રમુખ અને સલાહકારોની નિમણૂક કરી હતી, જેના કારણે હંગામો થયો હતો

(1:10 pm IST)