Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

આસામમાં સંદિગ્ધ ઉગ્રવાદીઓનું ભયાનક કૃત્ય : ડ્રાઈવર સહિત ૭ ટ્રકો સળગાવી દેતા ૫ના મોત

આસામમાં સંદિગ્ધ ઉગ્રવાદીઑ દ્વારા એક ભયાનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. દીમાં હસાઓના ઉમરંગસો-લંકા રોડ પર દિસમાઓ ગામ પાસે બદમાશોએ ઓછામાં ઓછા ૭ ટ્રકોને આગ ચાંપી હતી. આ અગાઉ તેમણે કેટલાય રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું અને ત્યાર બાદ વાહનોને આગ લગાવી દીધી હતી. પોલીસને ઘટના સ્થળે પહોંચીને પાંચ ડેડ બોડી મળ્યા હતા. આસામમાં સુદૂર દીમા હસાઓ જિલ્લામાં દિયુંગબરા પાસે આ ઘટના બની હતી. જેમાં રાત્રિના સમયે કેટલાક ટ્રકને આગ ચાંપી દેવામાં આવી હતી. આ પગલું સંદિગ્ધ ઉગ્રવાદીઓનું તોફાની પગલું હોવાનું માનવામાં આવે છે. આસામ પોલીસ કહ્યું હતું કે આ પાછળ સંદિગ્ધ DNLA ઉગ્રવાદી સમૂહનો હાથ હોય શકે છે. જિલ્લાના એસપીએ કહ્યું હતું કે રાઈફલ્સની મદદથી વ્યાપક તપાસ અભિયાન જારી કરી દેવામાં આવ્યું હતું. 

(12:53 pm IST)