Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કર્મચારીઓનો પગાર અને પેનશન તાત્કાલિક નહીં ચૂકવો તો મિલકત જપ્ત કરવામાં આવશે : નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઇકોર્ટની ચેતવણી

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એનડીએમસી ) ને ચેતવણી આપતા જણાવ્યું છે કે કર્મચારીઓનો પગાર અને પેનશન તાત્કાલિક નહીં ચૂકવો તો મિલકત જપ્ત કરવામાં આવશે
એનડીએમસીને ઠપકો આપતા કહ્યું - કર્મચારીઓનો પગાર ચૂકવો નહીંતર મિલકત જપ્ત કરવામાં આવશે.

કર્મચારીઓને પગાર અને પેન્શનની ચૂકવણીમાં વિલંબ બદલ દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભારે ઝાટકણી કાી હતી. હાઇકોર્ટે ચેતવણી આપી હતી કે જો આવું ન થયું તો કોર્પોરેશનની મિલકત અને મિલકતોને વેચવાનો આદેશ આપવાની ફરજ પડશે.

જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંઘની ખંડપીઠે જણાવ્યું હતું કે કોર્પોરેશન આ મુદ્દે માંગણી મુજબ કોઈ તાત્કાલિક પગલાં લેતું હોય તેવું લાગતું નથી. બેન્ચે કહ્યું કે હવેથી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને પગાર અને પેન્શનની ચુકવણીમાં વિલંબ સહન કરવામાં આવશે નહીં.

ખંડપીઠે કહ્યું કે જો કોર્પોરેશનનું વલણ નહીં બદલાય તો તેને કોર્પોરેશનની મિલકતોના જોડાણ અને વેચાણના આદેશમાં કોઈ ખચકાટ નહીં થાય. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:04 am IST)