Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કંપનીની વાર્ષિક આવક વધુ બતાવી રોકાણકારોને ફસાવ્યા : રોકાણકારો સાથે 8 કરોડ ડોલરની છેતરપિંડી કરવાના આરોપસર ભારતીય મૂળના મનિષ લછવાનીની ધરપકડ

વોશિંગ્ટન : કંપનીની વાર્ષિક આવક વધુ બતાવી રોકાણકારોને ફસાવવાના આરોપસર અમેરિકામાં ટેકનોલોજી કંપનીના ભારતીય મૂળના પૂર્વ સીઇઓ 45 વર્ષીય મનિષ લછવાનીની ધરપકડ થઇ છે. તેણે રોકાણકારો સાથે 8 કરોડ ડોલરની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.

ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર મનિષની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તે મોબાઇલ એપ હેડસ્પીનના સહસૃથાપક અને પૂર્વ સીઇઓ હતાં. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે વર્ષ 2015થી માર્ચ 2020 દરમિયાન રોકાણકારોના 10 કરોડ ડોલર એકત્ર કર્યા હતાં.

તેમણે રોકાણકારોને કંપનીની વાર્ષિક આવક અંગે ખોટી માહિતી આપી હતી અને નાણાકીય સિૃથતિ પણ વાસ્તવિક કરતા વધુ સારી બતાવી હતી. વિભાગે જણાવ્યું હતું કે 2020ના મધ્યમાં જ્યારે નાણાકીય સિૃથતિની સમીક્ષા કરવામાં આવી તો કંપનીની આવક માત્ર 2.63 કરોડ ડોલર હતી.
જ્યારે કંપનીની આવક 9.53 કરોડ ડોલર બતાવવામાં આવી હતી.

આ આરોપ હેઠળ મનિષને મહત્તમ 20 વર્ષની સજા થઇ સકે છે.  ઉલ્લેખનીય છે કે મે,2020માં એક ઓડિટિંગ ફર્મ દ્વારા કંપનીના અનઓડિટેડ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટની સમીક્ષા કરવામાં આવી હતી.તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(10:40 am IST)