Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કાબુલ વિસ્ફોટોને લઈ વ્હાઈટ હાઉસથી અમેરિકાની ધમકી : આતંકવાદીઓએ અમારા તમામ સૈનિકોના મૃત્યુની કિંમત ચુકવવી પડશે : કાબુલમાં અત્યાર સુધીના હુમલાઓથી 13 કમાન્ડો સહીત 100 ઉપરાંત અમેરિકન નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાનો પ્રેસિડન્ટ જો બિડનનો દાવો

વોશિંગટન : કાબુલ વિસ્ફોટોને લઈ વ્હાઈટ હાઉસથી અમેરિકાએ આતંકવાદીઓને ખુલ્લેઆમ ધમકી આપી દીધી છે. પ્રેસિડન્ટ જો બીડને જણાવ્યું છે કે અમારા તમામ સૈનિકોના મૃત્યુની કિંમત ચુકવવી પડશે .

તેમણે કહ્યું હતું કે, અમે આ ભૂલીશું નહીં, તમને માફ નહીં કરવામાં આવે. અમે વીણી-વીણીને શિકાર કરીશું. અમે અફઘાનિસ્તાનમાં રહેતા અમારા અમેરિકી નાગરિકોને બચાવીશું, સાથે જ અમારા સહયોગિઓને પણ કાઢીશું. ઉલ્લેખનીય છે કે, આ હુમલામાં 13 US કમાન્ડો સહિત અત્યાર સુધીમાં 100 કરતા પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું હતું કે, અમારૂં મિશન ચાલુ રહેશે. જરૂર પડશે તો વધારાની અમેરિકી ફોજને ફરી અફઘાનિસ્તાન મોકલવામાં આવશે. તેના પહેલા વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઈઝરાયલના નવા વડાપ્રધાન વચ્ચે થનારી પહેલી બેઠકનો કાર્યક્રમ ટાળી દીધો હતો અને અફઘાન શરણાર્થીઓ વિષયે ગવર્નરો સાથે થનારી વીડિયો કોન્ફરન્સ પણ રદ્દ કરી હતી. હુમલાને લઈ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, હુમલાખોરોને માફ નહીં કરવામાં આવે.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, જે લોકોએ આ હુમલાને અંજામ આપ્યો તેઓ આ જાણી લે કે, અમે લોકો આ માફ નહીં કરીએ. તેને ભૂલીશું પણ નહીં. હવે અમે લોકો તમારો શિકાર કરીશું. તમારે આ હુમલાની કિંમત ચુકવવી પડશે. અમેરિકા તે ISIS નેતાને બહુ સારી રીતે ઓળખે છે જેણે આ હુમલો કરાવ્યો છે. અમે લોકો રસ્તો કાઢીશું અને કોઈ મોટા સૈન્ય ઓપરેશન વગર તે ગમે ત્યાં રહે ત્યાંથી શોધી કાઢીશું. અમેરિકા કોઈ પણ સંજોગોમાં આ મહિનાના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાંથી પોતાના તમામ સૈનિકોને કાઢી લેશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:30 am IST)