Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

યુવકે ૯૫ વર્ષીય મહિલા સાથે દુષ્કર્મનો કર્યો પ્રયાસ

મહિલા સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ મારપીટઃ ૩૨ વર્ષીય આરોપી ફરાર

પાલમપુર (કાંગડા), તા.૨૭: હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શરમજનક ઘટના સામે આવી છે. રક્ષા બંધનના દિવસે જયાં એક તરફ બહેન ભાઈને રાખડી બાંધી રહી હતો, તો બીજી તરફ ધીરા ઉપમંડળના ઉસચાર ગામમાં એક ધિક્કાર ઊભી કરનારી ઘટના બની હતી. એક ૯૫ વર્ષીય વૃદ્ઘ મહિલા સાથે યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ વૃદ્ઘ મહિલાના રૂમમાં યુવક બળજબરીથી ઘૂસી ગયો, પરંતુ વૃદ્ઘ મહિલાની હિંમત આગળ તેની મનમાની ચાલી નહીં અને મહિલા આરોપીને રોકવામાં સફળ રહી. પરંતુ જયારે યુવકને પોતાની મરજી મુજબ ન કરવા મળ્યું તો તેણે વૃદ્ઘ મહિલાને રૂમમાંથી દ્યસડીને ખેતરમાં ફેંકી દીધી અને મારપીટ કરી.

જયારે મહિલા બેભાન થઈ ગઈ તો યુવક ત્યાંથી એવું સમજીને ભાગી ગયો કે મહિલા મરી ચૂકી છે. પરંતુ જયારે મહિલા ભાનમાં આવી અને તે પોતાના રૂમમાં પહોંચી તો તેનણે પોતાની પુત્રવધૂને સમગ્ર દ્યટના વિશે જાણકારી આપી. ઘરવાળા વૃદ્ઘ મહિલાને હોસ્પિટલ લઈ ગયા અને પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી. વૃદ્ઘ મહિલાના પરિવારનું કહેવું છે કે પોલીસે હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી નથી કરી અને આરોપી હજુ ફરાર છે.

આરોપીને સજા અપાવવા માટે હવે પીડિત વૃદ્ઘ મહિલાના ઘરવાળા ડીએસપી કાર્યાલય પહોંચ્યા અને ત્યાં પોતાની રજૂઆત કરી. બીજી તરફ, ડીએસપી ગુરબચન સિંહે જણાવ્યું કે, તેમના ધ્યાનમાં આ મામલો આવ્યો છે. આ કેસમાં જે પણ યોગ્ય કાર્યવાહી હશે, તેને અમલમાં મૂકવામાં આવશે. બીજી તરફ, આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

(10:28 am IST)