Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ગજબ છે ઉત્તરપ્રદેશનું આ ફેમિલી

પરિવારમાં ૫૦ સભ્ય અને ૨૩ સરકારી નોકરીમાં

જૌનપુરનો આ યાદવ પરિવાર બે પેઢીથી સરકારી સેવામાં : પ્રતિયોગી પરીક્ષા પાસ કરવામાં એકસપર્ટ

લખનૌ,તા. ૨૭: ભણેલા ગણેલા અનેક યુવા બેરોજગાર છે અને નોકરીની તલાશમાં ભટકવા માટે મજબૂર છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં બેરોજગાર યુવા વર્ગ આજે પણ નોકરીની રેસમાં પોતાની કિસ્મત અજમાવવાથી પાછળ નથી હટતા. જોવા જઈએ તો દિવસ-રાતની અથાગ મહેનત બાદ પણ પરિવારમાં કોઈ એક સભ્યને નોકરી મળવી ખૂબ જ મુશ્કેલ કામ છે. એવામાં ઉત્ત્।ર પ્રદેશના જૌનપુરના સિકસાસા ગામમાં એક એવો પરિવાર છે જે 'સરકારી ઘરાના'ના નામથી વિસ્તારમાં પ્રચલિત છે. ૫૦ સભ્યોના આ પરિવારમાં કુલ ૨૩ મહિલા-પુરૂષ સરકારી નોકરીમાં અલગ-અલગ સેવાઓ, રાજય અને ભારત સરકારના અલગ-અલગ વિભાગોમાં સરકારી નોકરી કરી રહ્યા છે. વર્ષોથી તમામ મહેનત કરનારા યુવાઓ માટે આ પરિવાર એક પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે

'સરકારી ઘરાના'ની આ કહાની ઉત્ત્।ર પ્રદેશના જૌનપુરની છે. જૌનપુરથી ૨૦ કિલોમીટર દૂર સિકરારા ગામમાં યાદવ પરિવાર વસે છે. છેલ્લી બે પેઢીઓ સતત સરકારી સેવાઓ આપી રહી છે. પોતાના હુનર અને મહેનતના જોરે સરકારી દ્યરાનાએ ઉદાહરણીય યોગદાન આપ્યું છે. ૫૦ સભ્યોના આ પરિવારમાં આજની તારીખમાં ૨૫ લોકો નોકરી કરી રહ્યા છે. આ હિસાબથી વિસ્તારમાં સરકારી ઘરાનાના નામથી પરિવાર જાણીતો બન્યો છે. આ પરિવારમાં ૨૫ લોકો સરકારી નોકરી સાથે જોડાયેલા છે, જેમાં બે લોકો નિવૃત્ત્। થઈ ગયા છે.

આ કહાણી દિવંગત રામશરણ યાદવના પરિવારની છે. તેમના ત્રણ દીકરા રામદુલાર, ફુલ્લર, ચન્ર્૫બલી છે. આ ત્રણેય ભાઈઓના પરિવારમાં કુલ ૫૦ લોકોની સંખ્યા થઈ ગઈ છે, જેમાં ૨૩ લોકો સરકારી નોકરી કરી રહ્યા છે, જયારે બે નિવૃત્ત્। થઈ ચૂકયા છે. દ્યરનું ખેતીનું કામ સંભાળતા શિવશંકર યાદવ જણાવે છે કે પરિવાર પાસે વધુ જમીન ન હોવાને કારણે અમારા પિતાજીએ શરૂઆતથી જ નોકરીની સેવા પસંદ કરી અને આજે એક-એક કરી કુલ ૨૫ લોકો સરકારી નોકરીમાં લાગી ચૂકયા છે. બે લોકો સેવા નિવૃત્ત્। પણ થઈ ચૂકયા છે.

તમે જાણતા હશો કે હાલના સમયમાં અનેક યુવાઓ પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરીને સરકારી નોકરી મળે તેવી ઈચ્છા ધરાવતા હોય છે. તેવા તમામ યુવાઓને જૌનપુરનો આ યાદવ પરિવાર પ્રેરણારુપ સાબિત થઈ રહ્યો છે. જેમના ઘરમાંથી સૌથી વધુ લોકો પ્રતિયોગી પરીક્ષામાં પોતાની કિસ્મત આજમાવી રહ્યા છે. તેમનો દૃઢ નિર્ણય સફળતાનો માર્ગ મોકળો કરે છે.

(10:27 am IST)