Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કરોડપતિ ૧૩ નવી સિઝનની પ્રથમ કરોડપતિ બની આ મહિલા!

એક દિવ્યાંગ કન્ટેસ્ટેન્ટ હિમાની બુંદેલાએ એક કરોડ રૂપિયા માટે પૂછાયેલા સવાલનો સાચો જવાબ આપ્યો છે

મુંબઇ,તા.૨૭: અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા ગેમ શો કોન બનેગા કરોડપતિ ૧૩નું પ્રીમિયર ૨૩ ઓગસ્ટે થયું હતું. શોને ૧૩મી સિઝનના પ્રથમ કરોડપતિ મળી ગયા છે. કેબીસી ૧૩ના પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે, એક દિવ્યાંગ કન્ટેસ્ટેન્ટ હિમાની બુંદેલાએ એક કરોડ રૂપિયા માટે પૂછાયેલા સવાલનો સાચો જવાબ આપ્યો છે. તે સાત કરોડ રૂપિયાના છેલ્લા સવાલનો સામનો કરતી નજરે પડી રહી છે.

પાછલી સિઝનમાં કેબીસીને ચાર કરોડપતિ મળ્યા હતા અને તે તમામ મહિલા હતી. હવે તે જોવું રસપ્રદ બની રહેશે કે કેબીસીની ૧૩મી સિઝનને કેટલા કરોડપતિ મળશે. પ્રોમો શેર કરતાં સોની ટીવીએ લખ્યું કે, કેબીસી ૧૩ના મંચ પર આવેલા હિમાની બુંદેલા શું તમારા જ્ઞાન અને હિમ્મતની તાકાતથી બનશે આ વર્ષની પ્રથમ કરોડપતિ?

કેબીસી ૧૩નું પ્રસારણ સોની ટીવી પર સોમવારથી શુક્રવારે રાત્રે ૯ વાગ્યે કરાય છે. આ સિઝનના પ્રથમ કન્ટેસ્ટેન્ટ જ્ઞાન રાજ ૩.૨ લાખ રૂપિયા દ્યરે લઇ ગયા હતા.

(10:26 am IST)