Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

લેન્ડિંગ વખતે હેલિકોપ્ટર કાર સાથે અથડાયું ; કાર સલામત પણ હેલિકોપ્ટરનાં ફૂરચે-ફૂરચા ઉડી ગયા

લેટિન અમેરિકન દેશ મેક્સિકોની ઘટના : વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ

હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ એક એવી ઘટના સામે આવી કે જેને જોઈને લોકો ડરી ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે એક હેલિકોપ્ટર જ્યારે ઉતરવાનું હતું ત્યારે ક્રેશ થયું હતું. લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર પહેલા મોટી વાન સાથે ટકરાયું અને પછી કાર સાથે અથડાયું. આશ્ચર્યજનક બાબત એ છે કે બંને વાહનો બચી ગયા અને હેલિકોપ્ટર તૂટી પડ્યું.

 આ ઘટના લેટિન અમેરિકન દેશ મેક્સિકોની છે. રોઇટર્સે આ ઘટનાને તેના એક વીડિયોમાં બતાવે છે કે, હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું. આ બધું ત્યારે થયું જ્યારે મેક્સીકન નેવીનું એક હેલિકોપ્ટર હિડાલ્ગો રાજ્યમાં તોફાનમાં ફસાઈ ગયું અને ક્રેશ થયું. આ ભયાનક અકસ્માતમાં મેક્સિકન સેનાના ચાર સૈનિકો ઘાયલ થયા છે

રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉડાન ભર્યા બાદ હેલિકોપ્ટરે તેનું સંતુલન ગુમાવ્યું હતું. આ પછી, આ હેલિકોપ્ટર પહેલા એક વાન સાથે ટકરાયું, પછી કારની ટોચ પર ઉતરવાનું શરૂ કર્યું. વાન અને કાર બંને બચી ગયા. આ પછી હેલિકોપ્ટર જમીન પર પડ્યું અને તે ઉડી ગયું. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ નજીકમાં હાજર લોકો ત્યાં દોડી આવ્યા હતા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં સુધીમાં ભારે નુકસાન થઈ ચૂક્યું હતું.

જ્યારે આ હેલિકોપ્ટર ઉતરવાનું હતું, ત્યારે જોવામાં આવે છે કે તેણે તેનું સંતુલન ગુમાવ્યું હતું. તે સમયે ઘણા લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. ચક્કર મારતા અને ક્રેશ વીડિયો થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. લોકો તેને દુ:ખદાયક અકસ્માત કહી રહ્યા છે.

મળતી માહિતી મુજબ નૌકાદળનું આ હેલિકોપ્ટર મેક્સિકોના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં જવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન અકસ્માત થયો અને સુરક્ષા અધિકારીઓને તેના વિશે જાણ કરવામાં આવી. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

(12:44 am IST)