Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

પાકિસ્તાન ની હલકટાઈ : ૨૧ મહીને મળતી માતાના ચરણસ્પર્શ પણ ન કરવા દીધા જાધવને : વચ્ચે ઉભી કરી હતી કાચની દીવાલ

નવી દિલ્હી : પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પૂર્વ ભારતીય નૌકાદળના અધિકૃત અધિકારી કુલભુશન જાધવની, પત્ની અને માતા સાથેની મુલાકાત દરમ્યાનની  તસવીરો બહાર પાડી હતી. આ બેઠક ૪૦ મિનિટ સુધી ચાલી હતી. પત્ની - માતા અને જાધવ વચ્ચે કાચની દીવાલ હોવાના કારણે જાધવ તેના માતાના પગને પણ સ્પર્શી શક્યા નહોતા. જાહેર થયેલ તસવીરોમાં જાધવ ના કાન, ગળા અને માથા પર ઈજાઓના નિશાન પણ દેખાતા હતા. છેલ્લા 21 મહિનાથી જાધવ પાકિસ્તાની જેલમાં કેદમાં છે.

(11:26 pm IST)