Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ક્રિસમસ પર્વે કાશ્મીરમાં પ્રવાસીનો પ્રવાહ નહિવત

ડોડામાં હિમવર્ષા થતા રાહત

         નવી દિલ્હી,તા. ૨૫ : જમ્મુ કાશ્મીરમાં આ વખતે ક્રિસમસ પર યાત્રીઓનો અપેક્ષા કરતા ઓછો ધસારો જોવા મળી રહ્યો છે. કાશ્મીરમાં પ્રવાસીઓના પ્રવાહ પર બ્રેક મુકવામાં કેટલાક કારણ રહેલા છે. જે પૈકી એક કારણ ખીણમાં હજુ સુધી હિમ વર્ષા થઇ નથી. જ્યારે કાશ્મીરમાં હાલમાં થયેલી અંધાધુંધી અને નોટબંધની અસર પ્રવાસીઓના ધસારા પર દેખાઇ રહી છે. ક્રિસમસના દિવસે સામાન્ય રીતે કાશ્મીરના હિલ સ્ટેશન હાઉસફુલ રહે છે. આ વખતે ઓછા પ્રવાસી દેખાઇ રહ્યા છે. જ્યારે કોઇ પણ હિલ સ્ટેશન પર આ વખતે હજુ સુધી હિમવર્ષા થઇ ન હતી પરંતુ હવે જમ્મુના ડોડામાં હિમવર્ષ થતા આગામી દિવસોમાં પ્રવાસી પહોંચશે.

(6:59 pm IST)